ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મનપા દ્વારા નવા 102 યુનિટ સાથે અત્યાર સુધી 2507 યુનિટ સીલ કર્યા - Illegal construction

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે મનપાએ ઝુંબેશ હાથ લીધી છે. ઝુંબેશ દરમિયાન મનપાએ પશ્ચિમ ઝોનમાં 61 યુનિટ, પૂર્વ ઝોન 6 યુનિટ, દક્ષિણ ઝોનમાં 26 યુનિટ અને ઉત્તર ઝોનમાં 9 યુનિટ થઈ આજ રોજ 8 મકાનોમાં કુલ 102 યુનિટ સીલ કરી વપરાશ બંધ કરાવ્યો હતો.

અમદાવાદ મનપા દ્વારા  2507 યુનિટ સીલ કર્યા
અમદાવાદ મનપા દ્વારા 2507 યુનિટ સીલ કર્યા

By

Published : Jun 9, 2021, 10:33 AM IST

  • ગેરકાયદેસર બાંધકામ હોય તેવા એકમો સામે પગલાં લેવાનું શરૂ કર્યું
  • શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી
  • 110 રેસિડેન્ટલ અને 20 કોમર્શિયલ યુનિટ દૂર કરાવ્યા

અમદાવાદ :શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે મનપાએ ઝુંબેશ હાથ લીધી છે. મનપાએ 31 મેથી BU પરમિશન ન હોય કે ફાયર સેફ્ટી ન હોય તેમ જ ગેરકાયદેસર બાંધકામ હોય તેવા એકમો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં આજદિન સુધી 2,507 યુનિટને સીલ કર્યા છે. આજે પણ મનપાએ નવા 102 યુનિટ સીલ કર્યા હતા.

આ પણ વાંચો : દાણીલીમડામાં પોલીસે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ મામલે એક શખ્સની ધરપકડ કરી

કુલ 102 યુનિટ સીલ કરી વપરાશ બંધ કરાવ્યો

આ ઝુંબેશ દરમિયાન મનપાએ પશ્ચિમ ઝોનમાં 61 યુનિટ, પૂર્વ ઝોન 6 યુનિટ, દક્ષિણ ઝોનમાં 26 યુનિટ અને ઉત્તર ઝોનમાં 9 યુનિટ થઈ આજ રોજ 8 મકાનોમાં કુલ 102 યુનિટ સીલ કરી વપરાશ બંધ કરાવ્યો હતો. વધુમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં આવેલા ફતેવાડીના સરવે નંબર 6, 9, 10, 14થી 16, 31, 38 વગેરેમાં આફરીન નામે ઓળખાતી જગ્યા કે જે લોખંડવાલા પાર્ટી પ્લોટ નજીક આવેલી છે. ત્યાં પણ 20 કોમર્શિયલ યુનિટ અને 110 યુનિટ થઇ કુલ 10,7600 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details