અમદાવાદ શહેરમાં 372 જેટલા CCTV બંધ અમદાવાદ:અમદાવાદ શહેરને સ્માર્ટ તરીકે વિકસાવવામાં આવે છે. સ્માર્ટ સિટીના અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને તે પ્રમાણે આયોજન કરવામાં આવે છે. હાલ અમદાવાદ શહેરમાં અનેક સમસ્યાને જોવા મળી આવે છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે પરંતુ શહેરમાં અનેક CCTV બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
'અમદાવાદ શહેરમાં હાલમાં 4715 જેટલા CCTV કેમેરા છે. જેમાંથી 4343 કેમેરા ચાલુ છે. 372 જેટલા કેમેરા ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં 84 બ્રીજ 6.5 કરોડના ખર્ચે લાગવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.' -દેવાંગ દાણી, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી
તંત્રની લાપરવાહી: અમદાવાદ શહેર ઇસ્કોન બ્રિજ પર થયેલ અક્સ્માત CCTV અંગેની પોલ ખુલી ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ તમામ 84 બ્રીજ પર CCTV લાગવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પંરતુ તેને બે વખત કમિટી સામે મૂકવામાં આવ્યું હતું તેમ છતાં નિર્ણય લેવામાં આવ્યો નહોતો. અંતે AMC દ્વારા શહેરનાં 84 બ્રિજ પર અંદાજિત 6.5 કરોડના ખર્ચે CCTV લગવાવની સૂચના આપવામાં આવી છે.
CCTV બંધ હાલતમાં:અમદાવાદ શહેરમાં 4715 જેટલા CCTV કેમેરા લગવાવામાં આવ્યા છે. જેમાંથી 4343 જેટલા કેમેરા ચાલુ હાલતમાં જોવા મળ્યા છે. જયારે 372 જેટલા કેમેરા પણ હજુ સુધી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. એક બાજુ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી નામ વાહવાહી કરવામાં આવે છે. પંરતુ ખરેખર અમદાવાદ શહેરની પરિસ્થિતિ અલગ જ પ્રકારની જોવા મળી રહી છે. શહેરમા દિવસે દિવસે થતી ઘટના લઈને આ બંધ CCTV બંધ હાલતમાં હોવાના કારણે અનેક સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી રહી છે.
- Ganesh Mahotsav 2023: અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે શહેરમાં 46 કુંડ તૈયાર કરાશેઃ AMC
- PM Modi 73rd Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસની ઉજવણી એએમસી દ્વારા એક સપ્તાહ સુધી કરાશે