ગુજરાત

gujarat

ETV Bharat / state

AAPનો રોડ શો: કેજરીવાલે પંજાબથી વિજળી બિલ લાવી આપ્યા સબૂત - પંજાબમાં વિજળી બિલ ઝીરો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, સાસંદ રાઘવ ચડ્ડા, પુર્વ ક્રિકેટર હરભજન સિંહ અમદાવાદ બાપુનગર વિધાનસભા વિસ્તારમા રોડ શો યોજયો હતો.જેમાં લોકોને પંજાબમાં વિજળી બિલ ઝીરો આવ્યા તેના બિલ લોકો સામે ફેક્યા (AAP Roadshow Kejriwal Throws Electricity Bills) હતાં.

AAPનો રોડ શો: કેજરીવાલે પંજાબથી વિજળી બિલ લાવી આપ્યા સબૂત
AAPનો રોડ શો: કેજરીવાલે પંજાબથી વિજળી બિલ લાવી આપ્યા સબૂત

By

Published : Dec 1, 2022, 7:21 PM IST

અમદાવાદગુજરાતમાં વિધાનસભા ચૂંટણી2022 ફેઝ 1 મતદાન ચાલી રહ્યું છે.બીજી બાજૂ રાજકિય પાર્ટી દ્વાર ફેઝ 2 વિધાનસભા વિસ્તારમા રોડ શો અને સભા સંબોધન કરી રહ્યા છે. આજ આમ આદમી પાર્ટીએ અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા વિસ્તારના સરસપુર ખાતે 1 કિમી જેટલો રોડ શો યોજ્યો હતો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્પ્રધાન અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, સાસંદ રાઘવ ચડ્ડા, પુર્વ ક્રિકેટર હરભજન સિંહ અમદાવાદ બાપુનગર વિધાનસભા વિસ્તારમા રોડ શો યોજયો હતો

ઝાડુને વોટ આપજોદિલ્હીના મુખ્યપ્રધાન (National Coordinator of Aam Aadmi Party) અરવિંદ કેજરીવાલે સરસપુરમાં રોડ શો પહેલા કેમ છો કહીને સંબોધ્યા હતા. ત્યારે તેમને એરપોર્ટ પર મળેલા એક વ્યક્તિ વિશે વાત કર્યું હતું કે હું તે ભાઈને મળ્યો હતો અને તેને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને હું આ વખતે મત આપીશ. ભાજપને વોટ આપવાથી કંઈ ફાયદો થશે નહીં. પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપવાથી વીજળી મફત મળશે અને દરેક મહિલાને મહિને 1,000 રૂપિયા મળશે. આ ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય બનાવી શકે છે. ત્યારે અરવિંદ કેજરી વાલે ભાજપપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપને વોટ આપશો તો ગુંડાગર્દી મળશે. પરંતુ આમ આદમીને વોટ આપવાથી સારી સુવિધાઓ સારું શિક્ષણને આરોગ્ય મળશે. જેથી ઝાડુ ને જ મત આપજો.

લોકોને પંજાબમાં વિજળી બિલ ઝીરો આવ્યા તેના બિલ લોકો સામે ફેક્યા હતાં.

આમ આપની પાર્ટીને મત આપવાથી ફાયદો છેસાંસદ રાઘવ ચડા જણાવ્યું હતું કે ગુજરાતમાં કેજરીવાલ આવે છે અને પરિવર્તન લાવે છે. ગુજરાતમાં મફત વીજળી (Kejriwal Throws Electricity Bills Proof) શિક્ષણ આરોગ્ય મહિલાઓને 1000 રૂપિયા આર્થિક મદદ, યુવાનોને રોજગાર જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી 3000 માસિક ભથ્થું. આમ આદમી પાર્ટીને મત આપવાથી ગુજરાતની જનતાને ફાયદો જ થશે. તેથી હું અપીલ કરું છું કે 5 તારીખે આમ આદમી પાર્ટીને જ મત આપજો.

અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા વિસ્તારના સરસપુર ખાતે 1 કિમી જેટલો રોડ શો યોજ્યો હતો.

પંજાબમાંથી લાવેલા વીજળીના બિલ ફેંક્યાપંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ વીજળી મફત (Kejriwal Throws Electricity Bills Proof ) આપવામાં આવી રહી છે. જેને લઈને ભગવતમાં આજે વીજળીના બિલ (AAP Roadshow Kejriwal Throws Electricity Bills) લઈને આવ્યા હતા અને ઝીરો વીજળીના બિલ (Zero electricity bill in Punjab) આવ્યા છે. તેવા પુરાવા પણ આપ્યા હતા. તે પુરાવો લોકોની સામે ફેંકતા પણ જોવા મળી આવ્યા હતા. વધુમાં સંબોધતા જણાવ્યું હતું કે 8 તારીખે ગુજરાતની જનતા લડશે અને નેતાઓ હારશે. અમે સ્કૂલો બનાવીશું ,હોસ્પિટલો બનાવીશું અને એક પણ પેપર ફૂટવા નહીં દઈએ જે મેરીટમાં આવશે તેમને જ નોકરી મળશે.

ABOUT THE AUTHOR

...view details