ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીની પારાયણ સાથે ચામડીના રોગો, ‘પડ્યા પર પાટું’ જેવી લોકોની હાલત

અમદાવાદ: વિવેકાનંદ નગર અમદાવાદ પાસે આવેલું હાથીજણ ગામમાં પીવાના પાણીની તકલીફ તો પહેલેથી હતી જ. પરંતુ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં કેમિકલયુક્ત પાણીનું ભેળસેળ થતા અને બોરનું પાણી બંધ કરવામાં આવતા ગામ લોકોની તકલીફ ખૂબ જ વધી ગઈ છે.

સ્પોટ ફોટો

By

Published : May 5, 2019, 11:48 AM IST

એક તો પાણીનું પ્રમાણ ઓછું છે તેમજ ફોર્સ ઓછો આવે, આ તો સામાન્ય રૂટિન તકલીફો હતી. તેમ છતાં પાણીમાં કેમિકલયુક્ત ક્ષાર અને તેનું પ્રમાણ વધતા ગામના લોકોને ચામડીના રોગો થવા એ તકલીફો પડી રહી છે.

પાણીની પારાયણ સાથે ચામડીના રોગો

ગામ લોકોમાં ખૂબ જ આક્રોશ છે કે, પીવાના પાણીમાં આટલા સમયથી તકલીફો હતી. તેમ છતાં આખા ગામને ચામડીના રોગો થવાથી દવાઓ આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી અને બધા પ્રકારની દવાઓ સિવિલ હોસ્પિટલથી માંડી વડોદરા આણંદ બોરસદ ગયા હતા. પરંતુ આ તકલીફનો કોઈ ઉકેલ આવતો નથી. ગ્રામજનોનું કહેવું છે કે, જો અમને પહેલાં બોરનું પાણી આવતું હતું તે જ આપવામાં આવે તો આ તકલીફ રહેશે નહીં.

ABOUT THE AUTHOR

...view details