અમદાવાદ: યુક્રેન પર રશિયાના સૈન્યએ હુમલો કરી દીધો છે. તેથી આજે સોનાની કિંમતમાં જંગી ઉછાળો (Russia-Ukraine war effect) આવ્યો છે. એક વર્ષનો સૈાથી ઊંચો ભાવ આજે નોંધાયો હતો. અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાના ભાવમાં દસ ગ્રામે રૂપિયા 2400નો મસમોટો ઉછાળો આવ્યો હતો. તેમજ ચાંદી ચોરસાના (Ahmedabad Silver gold price) ભાવમાં એક કિલોગ્રામે રૂપિયા 2000નો ઉછાળો આવ્યો હતો.
ઈન્વેસ્ટમેન્ટ માટે સેફ હેવન સોનું ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ (International Silver gold price hike ) 53 ડૉલર ઉછળી 1962-1964 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ સિલ્વરનો ભાવ 0.76 સેન્ટ્સ ઉછળી 25.34 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વર ફયુચરમાં જોરદાર (Good opportunity for Investment of silver gold) લેવાલી આવી હતી. અને ભાવ ઝડપી ઉછળ્યા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાઈ ચુક્યું છે. ત્યારે ઈન્વેસ્ટમેન્ટ માટે સેફ હેવન ગણાતાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.
અમદાવાદ સોનાચાંદી બજાર
999 ટચ સોનું 52,500-54,000
99.5 ટચ સોનું 52,300-53,800
હૉલમાર્ક દાગીના 52,920
ચાંદી ચોરસા 66,000-67,000
રૂપુ 65,800-66,800