- અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)પોતાના બાળકોનો કરાવે છે પરિચય
- શ્વેતા હંમેશા પોતાના બાળપણના ફોટોઝ શેર કરીને લોકોને આપે છે નવી ભેટ
શ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક બાળપણનો વીડિયો શેર કર્યો
અમદાવાદઃ હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા સોશિયલ મીડિયા પર અવાર-નવાર ચર્ચામાં રહે છે, ત્યારે હાલમાં જ શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક જૂનો બાળપણનો વીડિયો શેર કર્યો છે, જેમાં અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) તેમના ફેન્સ સાથે શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન(Abhishek Bachchan)નો પરિચય કરાવતા નજરે પડી રહ્યા છે. જોકે, લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચોઃઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ પિયાનો વગાડતો વીડિયો કર્યો શેર, જુઓ કઈ ધૂન પર વગાડ્યો પિયાનો
વીડિયોમાં શ્વેતા બચ્ચન પિતા અમિતાભ બચ્ચન અને ભાઈ સાથે જોવા મળી
અભિનેતા અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો એક વીડિયો શેર કરીને લોકોને નવી ભેટ આપી છે. આ વીડિયો આજ સુધી કદાચ કોઈએ જોયો નહીં હોય. શ્વેતાએ શેર કરેલા વીડિયોમાં શ્વેતા બચ્ચન પિતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને ભાઈ અભિષેક બચ્ચન (Abhishek Bachchan)સાથે જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કોઈક સ્ટેજ પર્ફોર્મન્સની તૈયારી ચાલી રહી છે. તે દરમિયાન અમિતાભ બચ્ચન લોકો સાથે પોતાના બાળકોનો પરિચય કરાવી તેમનું નામ જણાવે છે.
શ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક બાળપણનો વીડિયો શેર કર્યોશ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક બાળપણનો વીડિયો શેર કર્યો
આ પણ વાંચોઃહરીવંશ રાય બચ્ચનની ‘મધુશાલા’ પોલેન્ડમાં વંચાઇ, અમિતાભ બચ્ચને કર્યો વીડિયો શેર
શ્વેતા બચ્ચન(Shweta Bachchan) હંમેશા લાઈમલાઈટથી દૂર રહી
શ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક બાળપણનો વીડિયો શેર કર્યો
શ્વેતા બચ્ચન હંમેશા પોતાના બાળપણના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોને નવી નવી ભેટ આપે છે, ત્યારે શ્વેતાએ શેર કરેલા આ વીડિયોને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, આ પહેલી વાર નથી. આ અગાઉ પણ અનેક વખત શ્વેતાએ આવા વીડિયોઝ અને ફોટોઝ શેર કરીને પોતાના પિતા અમિતાભ બચ્ચન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી ચૂકી છે. જોકે, આ વીડિયોની વિશેષતા એ છે કે, આ વીડિયોમાં અમિતાભ બચ્ચન પોતાના બંને બાળકોનું નામ કહીને લોકોને તેમનો પરિચય કરાવે છે. શ્વેતાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, હેલો, શું તમે મને શોધી રહ્યા છો? આપને જણાવી દઈએ કે, આટલા મોટા ફિલ્મી પરિવારથી આવવા છતાં પણ શ્વેતાએ ક્યારેય ફિલ્મોમાં આવવા અંગે વિચાર્યું નથી. આ જ કારણે શ્વેતા હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે.
શ્વેતા બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક બાળપણનો વીડિયો શેર કર્યો