ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રીલંકામાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું શું છે ગુજરાત કનેક્શન...? - AHD

અમદાવાદ: શ્રીલંકામાં થોડા દિવસો પહેલા સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં આશરે 253થી વધુ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટની દુનિયાભરના તમામ લોકોએ નિંદા પણ કરી હતી. આ બ્લાસ્ટની જવાબદારી isis નામના આતંકી સંગઠને સ્વીકારી હતી. અને આ બ્લાસ્ટમાં આદિલ નામના આતંકીનું નામ સામે આવ્યું હતું. આદિલ ગુજરાત ATSએ પકડેલા 2 આતંકીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 28, 2019, 9:56 PM IST

મળતી માહિતી અનુસાર શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટ અંગે ગુજરાત ATSએ દોઢ વર્ષ પહેલાં શ્રીલંકાને જાણ કરી હતી. ગુજરાત ATSએ ISIS સંગઠન સાથે જોડાયેલા 2 આતંકીની ભરૂચ ખાતેથી ધરપકડ કરી હતી. પકડાયેલ આતંકીઓની પૂછપરછમાં તેઓ આદિલ નામના આતંકીના સંપર્કમાં હોવાનું અને આદિલ શ્રીલંકા કઇ પણ આતંકી પ્રવૃત્તિ કરશે તેવું જાણવા મળ્યું હતું જેની ATSએ શ્રીલંકાને જાણ કરી હતી.

શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટ
શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટ

દોઢ વર્ષ પહેલાં ગુજરાત ATSને પકડેલા આતંકી આદિલના વૉટસએપ ચેટ મળ્યા હતા. જેના આધારે શ્રીલંકા સરકારને આ અંગે જાણ કરી હતી. પરંતુ આ મામાલના દોઢ વર્ષ પછી આ પ્રકારનો ગંભીર બ્લાસ્ટ થયો છે અને જેમાં અનેક નાગરિકોના મોત થયા છે.

શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટ
શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટ

ABOUT THE AUTHOR

...view details