વડાપ્રધાન મોદીના ભાઇ પ્રહલાદ મોદી તરફથી દાખલ કરવામાં આવેલી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, 5 ટકા કે તેથી વધુ બાયોમેટ્રિક ગેરરીતિ સામે આવનારા દુકાનોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. હાઇકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, જો કોઇ રીતે સરકારના ધ્યાને આવશે ત્યારે વાજબી ભાવની દુકાનને નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ ખુલાસો આપવો પડશે.
કલેકટર દ્વારા વાજબી ભાવની દુકાનને પાઠવેલી શો-કોઝ નોટિસ પરત ખેંચવાનો હાઈકોર્ટે આદેશ કર્યો - પ્રહલાદ મોદી
અમદાવાદઃ રાજ્યની કેટલી વાજબી ભાવની દુકાનને અમદાવાદ અને પોરબંદર કલેક્ટર દ્વારા પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસને પરત ખેંચવાના આદેશ સાથે સોમવારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ભાર્ગવ કારીયાએ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજીનો નિકાલ કર્યો છે.
કલેકટર દ્વારા વાજબી ભાવની દુકાનને પાઠવેલી શો-કોઝ નોટિસ પરત ખેંચવાનો હાઈકોર્ટે આદેશ કર્યો
આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલિલ કરી હતી કે, અમે બાયોમેટ્રિકને ફરજીયાત કરી રહ્યા નથી પરંતુ તમે 25 ટકા વ્યવહારો થયા નથી તેવું જણાવી રહ્યા છો, જેનો ખુલાસો રજૂ કરવા માટે શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. હાઇકોર્ટના જસ્ટિસ ભાર્ગવ કારીયાએ શો-કોઝ નોટિસમાં ઉપયોગ કરાયેલી ભાષા સામે વાંધો વ્યક્ત કરતા અવલોકન કર્યું હતું કે, તમારો લાઇસન્સ કેમ રદ ના થવો જોઇએ અને શા માટે તમારી વિરૂદ્ધ કાયદાકીય પગલા ન લેવા જોઇએ.