ગુજરાત

gujarat

ETV Bharat / state

12 કલાકમાં ફરી વરસાદ! હવામાન વિભાગે આપી વરસાદની આગાહી - rainfall

રાજયમાં ગુરૂવારે એકાએક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મોડી સાંજે ગાજવીજ સાથે સારો એવો વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગના મતે હજૂ આગામી 12 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે.

12 કલાકમાં ફરી વરસાદ! હવામાનવિભાગે આપી વરસાદની આગાહી
12 કલાકમાં ફરી વરસાદ! હવામાનવિભાગે આપી વરસાદની આગાહી

By

Published : Mar 6, 2020, 7:48 PM IST

અમદાવાદઃ રાજયમાં ગુરૂવારે એકાએક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મોડી સાંજે ગાજવીજ સાથે નોંધપાત્ર વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગના મતે હજૂ આગામી 12 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે.

12 કલાકમાં ફરી વરસાદ! હવામાન વિભાગે આપી વરસાદની આગાહી

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવતા જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે, ત્યારે શુક્રવારે પણ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, જેાના કારણે ખેડૂતોનો તમામ પાક પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરીઃ આગામી 12 કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

આમ જોવા જોઈએ તો, મેઘરાજાએ રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાને પોતાના બાનમાં લીધા છે. બીજી બાજુ હવામાનવિભાગે ઉનાળા પહેલાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. હજૂ આગામી દિવસોમાં પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યમાં પડેલા ગુરૂવારના વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયુ છે. જીરૂ, ઘઉં, કેરીના પાકને કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details