ગુજરાત

gujarat

ETV Bharat / state

મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા-દાદી બન્યા, આકાશ અંબાણીના ઘરે પુત્રનો જન્મ - અંબાણી પરિવાર

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા દાદી બન્યા છે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના ઘરે પુત્રનું આગમન થયું છે. અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા-દાદી બન્યા, શ્લોકા આકાશ અંબાણીએ પુત્રને જન્મ આપ્યો
મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા-દાદી બન્યા, શ્લોકા આકાશ અંબાણીએ પુત્રને જન્મ આપ્યો

By

Published : Dec 10, 2020, 7:43 PM IST

Updated : Dec 10, 2020, 10:28 PM IST

  • અંબાણી પરિવારમાં ખુશીની માહોલ
  • મુકેશ અંબાણી અને નિતા અંબાણી દાદા-દાદી બન્યા
  • માતા અને પુત્રની તબિયત સારી

અમદાવાદ : અંબાણી પરિવારના પ્રવકતા દ્વારા નિવેદન જારી કરાયું છે કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અને આર્શિવાદથી આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી આજે મુંબઈમાં એક બાળકના માતાપિતા બન્યા છે. અને મુકેશ અંબાણી અને નિતા અંબાણી પહેલીવાર દાદા-દાદી બન્યાનો આનંદ અનુભવી રહ્યા છે.

9 માર્ચ 2019ના રોજ આકાશ અને શ્લોકાના થયા હતા લગ્ન

હાલ, માતા અને પુત્ર બન્નેની તબિયત સારી છે. આમ અંબાણી પરિવારમાં પુત્રના આગમનથી ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 9 માર્ચ, 2019ના રોજ આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા, અને તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયામાં ભારે નોંધનીય બની હતી.

Last Updated : Dec 10, 2020, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details