મંગળવારે ભાજપના સ્ટાર પ્રચારક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતમાં પ્રચાર અર્થે આવ્યા હતા. ત્યારે અમદાવાદના સરસપુર ખાતેની સભામાં શિવરાજસિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથે લેતા જણાવ્યું હતું કે "ભારતનું સ્વાભિમાન વધારવા વાળા ગુજરાતી છે, નરેન્દ્ર મોદી નવા ભારતની ઓળખાણ છે પહેલા પણ આતંકવાદી હુમલા થતાં પણ કોઈ જવાબ આપવામાં ન આવતો. તે સમયે મોનિબાબા કાઈ બોલતા ન હતા. આ વખતે ઉરી હુમલા થયા બાદ પાકિસ્તાનમાં આતંકવાદીઓને ઠાર કરી ઍરસ્ટ્રાઈક સામાન્ય ઘટના ન હતી."
અમદાવાદમાં શિવરાજ સિંહે કરી મોદીની વાહ વાહી - ETV Bharat
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આતંકવાદના મુદ્દે પોતાની સરકારની વાહ વાહ કરી ભાજપના નેતાઓ વોટબેન્ક એકત્રિત કરી ગુજરાતની 26 સીટો ફરી એક વાર જીતવાનો વિશ્વાસ લઈને બેઠા છે.
![અમદાવાદમાં શિવરાજ સિંહે કરી મોદીની વાહ વાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3023586-thumbnail-3x2-ahd.jpg)
અમદાવાદમાં શિવરાજ સિંહે કરી મોદીની વાહ વાહી....
અમદાવાદમાં શિવરાજ સિંહે કરી મોદીની વાહ વાહી
વધુમાં શિવરાજ સિંહે આભિનંદનને લાવવાનો શ્રેય મોદીને આપતા જણાવ્યું હતું કે, "મધ્યપ્રદેશમાં સરકાર બનાવીશ તો મજબૂત બનાવીશ. કોંગ્રેસ ખોટા વાયદો કરે છે. રાહુલ ગાંધી 10 દિવસમાં દેવા માફીની વાત કરતા હતા. પણ કઈ થયું નથી. રાહુલ સૌથી વધુ મોટુ જૂથ બોલી રહ્યા છે. ખેડૂત લૉન માફીની રાહ જોઈ પણ હજુ કઈ થયું નથી. મધ્યપ્રદેશમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ગરીબી હટાવાની વાત કરવાવાળા ગરીબોને હટાવી રહ્યા છે".