અમદાવાદ: શહેરના રિલીફ રોડ પર આવેલા વિનસ હોટલમાંથી ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇરફાન શેખ નામના મુંબઈના શાર્પ શુટરને ઝડપી પાડ્યો હતો. દાઉદના સાગરીત છોટા શકીલે ઇરફાનને પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાની હત્યા માટેની સોપારી આપવામાં આવી હતી. બાતમીને આધારે ધરપકડ કરવા ગયેલી પોલીસની ટીમ પર શાર્પ શુટરે હુમલો કર્યો હતો.
ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલો શાર્પશુટર કોરોના પોઝિટિવ - શાર્પ શુટર કોરોના પોઝિટિવ
ATS અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરીને ભાજપના નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી લઈને મુંબઈથી આવેલા શુટરને ઝડપી પાડ્યો હતો. આ આરોપીની ધરપકડ બાદ કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શાર્પ શુટર કોરોના પોઝિટિવ
ધરપકડ બાદ ઇરફાનને ATS ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઇરફાનનો કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ધરપકડ કરવા ગયેલા DIG સહિતની ટીમ કોરેન્ટાઇન થશે તથા જરૂર પડશે, તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યારે આરોપી સાજો થઇ જશે તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Aug 20, 2020, 12:43 PM IST