પૌરાણિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠી છે અને પોતાની ચાંદનીની સાથે શીતળતા વરસાવે છે. એટલા માટે આ દિવસે ખીર બનાવીને આખી રાત ચાંદની રોશનીમાં ખુલ્લા આકાશ નીચે મુકવામાં આવે છે. જેનાથી ખીર પર અમૃત વરસાવે છે. જે બાદ તેને ખીરના પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આ ખીરને ખાવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. આ ખીર ખૂબ જ ગુણકારી હોય છે અને તેને ખાવાથી આયુષ્ય પણ વધે છે.
રાતે બનાવવામાં આવતી ખીરમાં મધ અને તુલસી ભેળવીને તેને તાંબાના વાસણમાં આખી રાત પૂર્ણિમાની ચાંદની રાતમાં ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે. આ ખીરમાં કેસર, ગુલાબજળ, એલચી પણ ઉમેરવામાં આવે છે અને આ ખીરને ઔષધિ રુપે ગ્રહણ કરવામાં આવે છે. તેથી જ તે ગુણકારી છે.