શંકરસિંહ વાઘેલાએ વર્તમાન પાણીની સ્થતિને લઈને સરકાર સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,રાજ્યમાં પાણી માટે મારામારી થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઇ છે, તો ગુજરાતમાં આજે એવી સ્થિતિ સર્જાઇ છે કે, નવસારીમાં પાણીની રક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે.
શંકરસિંહ વાઘેલાએ પાણી મુદ્દે ભાજપ સરકારને લીધી આડેહાથ - Water
અમદાવાદ: NCPના મહાસચિવ અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ NCP નવનિયુક્ત થયેલા કાર્યકારી પ્રમુખ બબલદાસ પટેલને આવકાર્યા હતા. તો સાથે જ પત્રકાર પરિષદમાં પાણી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા
તેમણે વધુમાં જણાવ્ચું હતું કે, તેમણે તારીખ 5 થી 12 મે સુધી જળસંકટવાળા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, મુલાકાત દરમિયાન તેમણે જોયું કે રાજ્યના તમામ ડેમ ખાલી પડ્યા છે. ત્યારે પાણીના પ્રશ્ને આવનાર દિવસોમાં રાજ્યપાલને વીડિયોગ્રાફી દ્વારા નમૂના આપી પાણી મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.