ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા શંકર ચૌધરીએ વિરમગામમાં પત્રિકાનું વિતરણ કર્યું - શંકર ચૌધરી

એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ દિલ્હીમાં ખેડૂતો નવા કૃષિ કાયદાને લઈને વિરોધ પર ઊતર્યા છે. ભાજપના મોટા મોટા નેતાઓ ખેડૂતોને નવા કૃષિ કાયદાના ફાયદા ગણાવવા મેદાને ઊતર્યા છે. વિરમગામ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં પૂર્વ પ્રધાન શંકર ચૌધરીએ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ સાથે જ એપીએમસીમાં પણ ભાજપના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા શંકર ચૌધરીએ વિરમગામમાં પત્રિકાનું વિતરણ કર્યું
નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા શંકર ચૌધરીએ વિરમગામમાં પત્રિકાનું વિતરણ કર્યું

By

Published : Dec 23, 2020, 11:28 AM IST

  • નવા કૃષિ બિલના ફાયદા જણાવવા ભાજપના નેતાઓ મેદાને
  • વિરમગામમાં ખેડૂતોને નવા કાયદા અંગે જાગૃત કરવા પત્રિકા વહેંચી
  • વિરમગામ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારોની બેઠક યોજાઈ
  • મંડળના પ્રમુખ, મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ
    નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા શંકર ચૌધરીએ વિરમગામમાં પત્રિકાનું વિતરણ કર્યું

વિરમગામઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સિદ્ધનાથ મંદિરમાં અને એપીએમસી ખાતે ભાજપના હોદ્દેદારોની બેઠક મળી હતી. પૂર્વ પ્રધાન શંકર ચૌધરી દ્વારા ખેડૂતોને કૃષિ બિલ અંગે જનજાગૃતિ કરતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ અને ખેડૂતોને સશક્ત બનાવા પર વિશેષ ભાર આપ્યો છે અને ભાજપ સરકાર ખેડૂતોની સરકાર છે તેમ જણાવ્યું હતું

રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા શંકર ચૌધરીની હાકલ

આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ચૂંટણી ઈન્ચાર્જ શંકર ચૌધરી, રાજ્યસભાના સાંસદ રમીલા બારા,જિલ્લા પ્રમુખ હર્ષદગિરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય વજુ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રી પટેલ, નવદીપસિંહ ડોડિયા, સુરેશ પટેલ, કિરીટસિંહ ગોહિલ, ગિરીશ મોરી સહિત તાલુકા અને શહેરના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ શહેર અને તાલુકામાં ચાલતી પેજ પ્રમુખ અને પેજ સમિતિની માહિતી પણ મેળવી હતી. શંકર ચૌધરીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટેની હાકલ કરી હતી. વિરમગામ તાલુકા અને શહેરના હોદ્દેદારો મંડળ પ્રમુખ મહામંત્રી અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

ABOUT THE AUTHOR

...view details