- ગુરુવારના રોજ છે શનિ જયંતી
- શનિ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું
- શનિ ભક્તોએ લીધો દર્શનનો લાભ
- પવિત્ર સામગ્રીથી યોજાયો હોમ
અમદાવાદ : ગુરુવારના રોજ સૂર્ય પુત્ર શનિદેવની જન્મ જયંતી ( Shani Jayanti 2021 ) છે. જે કારણે અમદાવાદ શહેરમાં આવેલા શાહીબાગ ખાતે આવેલા પ્રસિદ્ધ શનિદેવ મંદિરમાં ગુરુવારના રોજ શનિ દેવને રિઝવવા જઉં, તલ અને સરસિયાના તેલથી હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગ શનિદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, શનિદેવને આહુતિ આપવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ શનિની પનોતી, કાલસર્પ યોગ, શનિ-ચંદ્ર બીજ યોગ વગેરે દૂર થાય છે. અંગારક યોગનું નિવારણ થાય છે. ધન, યશ, કીર્તિ વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને સ્વાસ્થ્ય માટે લાભદાયક અને દરેક દેશોમાંથી કોરોના દૂર થાય તે મુજબની આહુતિ યજ્ઞમાં આપવામાં આવી છે.
સારા કર્મનું ફળ સારુ જ મળે