ગુજરાત

gujarat

ETV Bharat / state

બોર્ડના પેપરની ચકાસણી કેન્દ્ર પર ભાજપના નેતા પહોંચ્યાં, શક્તિસિંહની કાર્યવાહીની માંગ - Unofficially the leaders arrived at the center

ધોરણ-10 અને 12ની પરીક્ષા તાજેતરમાં લેવાયેલી છે, જેની પેપરની ચકાસણી શરૂ થઈ છે, ત્યારે બિનઅધિકૃત રીતે નેતાઓ કેન્દ્ર પર પહોંચ્યા હતાં. જેથી ગેરરીતિ થવાની સંભાવના છે. મુખ્યપ્રધાનને આ મામલે કાર્યવાહી કરવાની માગ કરતા પત્ર લખ્યો હતો.

બોર્ડના પેપર ચકાસણી કેન્દ્ર પર ભાજપના નેતા પહોંચતા કાર્યવાહી કરવા શક્તિસિંહની માગ...
બોર્ડના પેપર ચકાસણી કેન્દ્ર પર ભાજપના નેતા પહોંચતા કાર્યવાહી કરવા શક્તિસિંહની માગ...

By

Published : May 1, 2020, 11:37 PM IST

અમદાવાદઃ ધોરણ-10 અને 12ની પરીક્ષા તાજેતરમાં લેવાયેલી છે. જેની પેપરની ચકાસણી શરૂ થઈ છે, ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા સહિતના ભાજપના નેતાઓ બિનઅધિકૃત રીતે કેન્દ્ર પર પહોંચ્યા હતા. જેથી ગેરરીતિ થવાની સંભાવના છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાનને આ મામલે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરતા પત્ર લખ્યો હતો.

બોર્ડના પેપર ચકાસણી કેન્દ્ર પર ભાજપના નેતા પહોંચતા કાર્યવાહી કરવા શક્તિસિંહની માગ...
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખતા જણાવ્યું છે કે, ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ મહત્વની છે. પેપરની ચકાસણી શરૂ થઈ છે, ત્યારે ચકાસણી કેન્દ્ર પર બિનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ અનેક શંકાઓ ઉભી કરે છે, ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા પ્રધાન કૌશિક વેકરિયા, શહેર પ્રમુખ તુષાર જોશી વગેરે બિનઅધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કર્યો હતો. જેના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે.
આ સમગ્ર મામલે માધ્યમિક શિક્ષણ ધારાની કલમ 43 તથા IPC જોગવાઈઓ ધ્યાને લઈને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે, તેમજ ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે, જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ ટકી રહે.

ABOUT THE AUTHOR

...view details