શક્તિસિંહ ગોહિલે પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, 5 જુલાઈ 2017ના રોજ પ્રદેશ કાર્યાલયના મીટીંગ હૉલમાં 5 વાગે પહોંચ્યો ત્યારે 45 થી 50 ધારાસભ્યો હતા. ભરતસિંહએ પહેલું અને અહમદ ભાઈએ અંતમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ મોહનસિંહ રાઠવાએ 3 લાઇન વ્હીપ ઈશ્યુ કરીને તમામ ધારાસભ્યોને વ્હીપ ઈશ્યું કર્યુ હતું.
શક્તિસિંહ ગોહિલે જુબાનીમાં જણાવ્યું હતું કે, મેં ઇલેક્શન પિટિશન વાંચી નથી. અહેમદ પટેલનો જવાબ પણ વાંચ્યો નથી. અહમદ પટેલે જવાબ સાથે જે અરજીઓ કરી તેમાંથી 2 અરજીની મને ખબર છે. કારણ કે કપિલ સિબ્બલે અને અભિષેક મનુ સિંધવી પણ મારી સાથે જ રાષ્ટ્રીય પ્રવક્તા છે. જેથી તેઓ ગુજરાતમાં આવતા હોય એક મિત્રતા અને પ્રોટોકોલ દ્રષ્ટિએ સાથે રહેતા ગચાય જેથી મને જાણવા મળ્યું હતું કે, 6 ધારાસભ્યોએ કેમ રાજીનામાં આપ્યા, તે તો તેઓ જ કહી શકે. જે લોકોએ મતદાન નહિ કર્યુ અથવા પાર્ટી વિરૂદ્ધ મતદાન કર્યુ તેના સામે પક્ષપલટા ધારા હેઠળ અધ્યક્ષને અરજી કરી પરંતુ અધ્યક્ષે ધારાસભ્યોની ટર્મ પુરી થતી હોવાથી કંઈ કરવાનું રહેતું નથી તેમ કહીને અરજી માન્ય રાખી નહિ. જે અરજીને લઈને ક્યાંય અપીલ કરી નથી.