ગુજરાત

gujarat

ETV Bharat / state

શાહપુર હિંસા: કોર્ટે 27 આરોપીઓના જામીન ફગાવ્યા - શાહપુર હિંસા

થોડાક દિવસ પહેલા સંપૂર્ણ લોકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા 27 આરોપીઓની જામીન અરજી મંગળવારે અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. હવે જામીન માટે આરોપીઓને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવી પડશે.

શાહપુર હિંસા : કોર્ટે 27 આરોપીઓના જામીન ફગાવ્યા
શાહપુર હિંસા : કોર્ટે 27 આરોપીઓના જામીન ફગાવ્યા

By

Published : Jun 2, 2020, 5:35 PM IST

અમદાવાદ:અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં અગાઉ આરોપીઓને કોર્ટમાં 4 દિવસ મોડા રજૂ કરવા મુદ્દે પોલીસનો ઉધડો લીધો હતો. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો કે પથ્થરમારાને કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો કઈ રીતે દાખલ થઈ શકે? કોર્ટે પૂછ્યું કે, આવી ઘટનામાં પોલીસ રાયોટિંગની કલમ પ્રમાણે ગુન્હો દાખલ કરતી હોય છે, એવું તો શું ખાસ છે આ કેસમાં કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે.

આરોપીઓને કોર્ટમાં મોડા રજૂ કરવા મુદ્દે પોલીસે જવાબમાં જણાવ્યુ હતું કે, તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યા છે. આ આરોપીઓ પૈકી ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. નોંધનીય છે કે, 8 મે ના રોજ સાંજે 6.15 વાગ્યે શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવતા RAF જવાનએ બળનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. બાદમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details