અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર જે રોડ શોનો રૂટ હતો. તે રૂટને સુંદર સજાવટ કરવામાં આવ્યો હતો. જ્યાં પણ અવાવરું નકામી જગ્યા હતી, ત્યાં પણ સુંદર બગીચાઓના કુંડાઓ તેમજ ફૂલોના છોડ મૂકી અને હરિયાળી કરવામાં આવી હતી.
'દો દિન કી ચાંદની, ફીર અંધેરી રાત': મોદી-ટ્રમ્પના રોડ-શો રૂટમાંથી ફૂલછોડ અદ્રશ્ય... - Ahmedabad Shahibag Cantonment Area
આ શાહીબાગ કેન્ટોન્મેન્ટ રોડ ઉપરથી 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી અને ગાંધી આશ્રમ સુધી ગયા હતા. આ શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પણ ફૂલ છોડ વાવવામાં આવ્યાં હતાં. તે ફૂલ છોડના કૂંડા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરમાં ભરીને લઇ જવામાં આવ્યાં હતાં.
અત્યારે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તે આ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પણ ફૂલ છોડ વાવવામાં આવ્યાં હતાં. એક નકામી જગ્યામાં ખૂબ જ સુંદર બગીચો અસ્તિત્વમાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, જેવા વડાપ્રધાનનો આ કાર્યક્રમ પૂરો થયો હતો, ત્યારબાદ તરત જ સ્થાનિક રહીશો દ્વારા કેટલાક કુંડાઓ અદ્રશ્ય કરી દેવામાં આવ્યા હતા. એટલે કે, ઘર ભેગા કરવામાં આવ્યાં હતાં. આ રહ્યા સહ્યા કુંડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરમાં ભરીને લઇ જવામાં આવ્યાં હતાં. એટલે કે અમદાવાદ માટે એવું કહી શકાય, કે 'દો દિન કી ચાંદની ફિર અંધેરી રાત' આ છે હેરિટેજ શહેર અમદાવાદની તાસીર.