- 600 વર્ષ પહેલા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી
- 250થી 300 વર્ષ પહેલા શેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા જિનાલય બનાવાયું
- 12 લાખથી વધારેના ખર્ચે જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું
અમદાવાદ :આશરે 600 વર્ષ પહેલા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. અહેમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અમદાવાદની નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર લોકો માટે સૌથી પ્રિય શહેર બની ગયું છે.
યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટીના દરજ્જા માટે ભારત તરફથી અમદાવાદનું નામ મોકલાયું
યુનાઇડેટ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન્સ એટલે કે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સીટીના દરજ્જા માટે ભારત તરફથી અમદાવાદનું નામ મોકલવામાં આવ્યું હતું. સાંકળી શેરી જેવી ઓળખસમી અમદાવાદી પોળ, મુઘલકાળમાં ચણાયેલી મસ્જિદો, પૌરાણિક મંદિરો, નગરના દરવાજાઓ, કલાત્મક મકાનો, સાબરમતી નદી તેમજ સાંસ્કૃતિક તાણાવાણા વગેરે મળીને અમદાવાદની શહેર તરીકેની અલાયદી સાંસ્કૃતિક ઓળખ ઊભી કરે છે.
આ પણ વાંચો : વિશ્વ હેરિટેજ દિવસ: દેશની સૌથી સુંદર મસ્જિદમાંથી એક એટલે જામા મસ્જિદ
શેઠ હઠીસિંહ જિનાલયને સૌથી પ્રાચીન માનવામાં આવે
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી હઠીસિંહની વાડીમાં આશરે 250થી 300 વર્ષ પહેલા શેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા જિનાલય બનાવવામાં આવ્યું હતું. શહેરમાં 450થી વધુ જિનાલયો આવેલા છે. પરંતુ શેઠ હઠીસિંહ જિનાલયને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. જિનાલયની સ્થાપનામાં પથ્થરોની કામગીરીને સૌથી પ્રાચીન સંસ્કૃતિ માનવામાં આવે છે. તેમાં લગાવવામાં આવેલી મૂર્તિઓ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. વિશ્વની સંસ્કૃતિ કરતા પથ્થરમાં કરવામાં આવતી કોતરણી, જિનાલયનું બાંધકામ, પાણીની સુવિધા, હવા ઉજાસની સુવિધા જે દર્શાવે છે કે, તે સમયની સુવિધાઓ સૌથી આધુનિક હતી.