- ઉત્કર્ષ ઈસ્પાતના ભાગીદાર નીરજ-હિમાંશુ જામીનની અરજી ફગાવી
- 7 રેસિડેન્સીયલ પ્લોટ પર કામ ચલાવું ટાંચ મૂકવામાં આવી છે
- અત્યાર સુધીની ચકાસણીમાં ઉતકર્ષ ઈસ્પાત LLP
અમદાવાદઃ ઉત્કર્ષ ઈસ્પાત LLPના(Utkarsh Ispat LLP) ભાગીદાર નીરજ જયદેવ આર્યન અને તેમના ચાર્ટડ એકાઉન્ટન્ટ(chartered accountant in gujarat) હિમાંશુ ચંદ્રેશ ચોમલના આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટે(sessions court rejects) ફગાવી દીધી હતી. મહત્વનું છે કે હાલ સ્ટેટ GST(Goods and Services Tax) વિભાગે નીરજ જયદેવના વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મળેલા કેટલાક હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાલ ચાલુ છે.
મોટા પ્રમાણમાં કરચોરી થયાની સંભાવના
કેટલાક હિસાબી દસ્તાવેજોની ચકાસણીમાં 31.5 કરોડ ખોટી વેરાશાખ લઈ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે હિસાબી સાહિત્યની ચકાસણીમાં મોટા પ્રમાણમાં કરચોરી(tax evasion in india) મળી આવવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. હાલ તપાસમાં પેઢીના સ્ટોક, ફેક્ટરી શેડ, બિલ્ડીંગ દેવાદારો પ્લાન્ટ અને, મશીનરી બેન્ક એકાઉન્ટ સાથે 270 કરોડની ફિક્સ ડિપોઝિટ, કંપનીના મુખ્ય ભાગીદાર અને મુખ્ય સૂત્રધાર નીરજ જયદેવ આર્યની માલિકીના 7 રેસિડેન્સીયલ પ્લોટ પર કામ ચલાવું ટાંચ મૂકવામાં આવી છે.
નીરજ જયદેવને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે પહેલાં જ ફરાર