ગુજરાત

gujarat

ETV Bharat / state

Amdavad Crime News : અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ - Serial Blast Threat accused arrested

અમદાવાદમાં 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારો આરોપી ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપીની તપાસ કરતાં ચોંકાવનારા ખુલાસા (Blast Threat accused arrested by Crime Branch) થયા હતા.

Amdavad Crime News : અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ
Amdavad Crime News : અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

By

Published : Jan 31, 2023, 7:24 PM IST

પોલીસે આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપ્યો

અમદાવાદઃઅમદાવાદ ક્રાઈમબ્રાન્ચને આજે મોટી સફળતા મળી હતી. 26મી જાન્યુઆરીએ શહેરમાં અલગ અલગ જાહેર જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર લખનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોAhmedabad News: અમદાવાદમાં 26 જાન્યુઆરીએ બ્લાસ્ટની ધમકી, શહેરમાં જારી કરાયું એલર્ટ, 4 લોકોની અટકાયત

કમિશનરે તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપી હતીઃ અમદાવાદ શહેર પોલીસને 24મી જાન્યુઆરીએ એક પત્ર મળ્યો હતો, જેમાં હિન્દી ભાષામાં ધમકી આપવામાં આવી હતી કે, 26 જાન્યુઆરીએ અમદાવાદમાં રેલવે સ્ટેશન, લાલ દરવાજા, ગીતા મંદિર બસ સ્ટેશન, લાંભા મંદિર, કાંકરિયા પાર્ક આ તમામ જગ્યાઓ પર સવારે 11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થશે. આ બાબતની ગંભીરતા લઈને શહેર પોલીસ કમિશનરે બાબતની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.

ક્રાઈમબ્રાન્ચની 12 ટીમે કરી તપાસઃ અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચની 12 અલગ અલગ ટીમ આ મામલે તપાસમાં લાગી હતી. તેમ જ તમામ જગ્યાઓ પર બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમને સાથે રાખીને તપાસ કરી હતી, જેમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી.'

આ પણ વાંચોઃValsad Crime : વલસાડમાં નશાખોર યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા, શોલે જેવો ખેલ કરતાં યુવક સામે પોલીસની કાર્યવાહી

પોલીસે આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપ્યોઃ આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના બલિયામાંથી આશિષકુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. શહેર પોલીસને લખેલા પત્રમાં ઓમ પ્રકાશ નામ હોવાથી ટેકનિકલ સોર્સીઝની મદદથી ઓમપ્રકાશ નામના ઈસનપુરના વ્યક્તિની પોલીસે તપાસ કરતા તે ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું હતું. તેમ જ 22મી જાન્યુઆરીએ 10 દિવસ માટે પોતાના વતનમાં જવા માટે નીકળ્યા હોવાનું પણ ખૂલ્યું હતું. આ બાબતને લઈને ક્રાઈમબ્રાન્ચે ઉત્તરપ્રદેશના બલિયા ખાતેથી ગુનામાં સામેલ આશિષકુમાર ઉર્ફે સોનુ દૂસાધ નામના વ્યક્તિની અટકાયત કરી હતી.

ઓમપ્રકાશને ફસાવી દેવા આરોપીએ લખ્યો હતો પત્ર: આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ઓમ પ્રકાશ નામના વ્યક્તિની ભાભી સાથે છેલ્લા એક વર્ષથી આશિષ કુમાર એક તરફી પ્રેમમાં છે. આ બાબત ઓમ પ્રકાશને ખબર પડી જતા તેણે ફોન ઉપર પોતાની ભાભી સાથે આરોપીને સંબંધ ન રાખવા માટે જણાવ્યું હતું અને ઝઘડો કર્યો હતો. એટલે આશિષ કુમારે ઓમ પ્રકાશ ઉપર ગુસ્સો આવતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાનું નક્કી કર્યું હતું અને 20 જાન્યુઆરીએ પોતાના વતનમાંથી અમદાવાદ આવ્યો, ત્યારે રેલવે સ્ટેશનની સામે ઝેરોક્ષની દુકાનોમાંથી કાગળ અને કવર તેમ જ પોસ્ટ ઑફિસમાંથી સ્ટેમ્પ ટિકીટ ખરીદીને કાલુપુર સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બેસી પોતાના હસ્તે આ પત્ર લખ્યો હતો. આ પત્રમાં આરોપીએ ઓમપ્રકાશનું નામ તેમ જ તેનો મોબાઈલ નંબર લખી કવર ઉપર પોલીસ કમિશનરની કચેરીનું સરનામું લખી રેલવે સ્ટેશન સામેના પોસ્ટના ડબ્બામાં નાખીને પરત બલિયા ફરાર થઈ ગયો હતો.

આરોપી ઉત્તરપ્રદેશમાં કરી ચૂક્યો છે કામઃ આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે આશિષકુમાર ઉર્ફે સોનું એ બલિયા ખાતે ITI તેમ જ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અગાઉ તે ચાર વર્ષ સુરતના કીમ ખાતે આવેલી એક કંપનીમાં ફિટર તરીકે તેમ જ હરિયાણા ખાતે એક કંપનીમાં ઑપરેટર તરીકે અને બલિયા ખાતે આવેલી ગાયત્રી ડાયગનોસ્ટિક સેન્ટર તથા મિશ્રા પેથોલૉજીમા પીઆરઓ તરીકે નોકરી કરી છે.

બદલો લેવાની ભાવનાથી કર્યું જઘન્ય કૃત્યઃ તપાસમાં સામે આવ્યું હતું કે, ઓમપ્રકાશની ભાભી તેના દૂરના સંબંધમાં થતી હોવાથી અને પોતે બલિયા ખાતે નોકરી કરતો હતો. ત્યારે ઓમપ્રકાશ તેની ભાભી સાથે ઓમપ્રકાશની પથરીની સારવાર કરાવવા આરોપી પાસે જતા પોતે ઓમપ્રકાશને જિલ્લા હોસ્પિટલ ખાતેથી સારવાર અપાવી હતી. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે થતા તેણે ઓમપ્રકાશની ભાભીના એક તરફી પ્રેમમાં પડ્યો હોવાથી તેને ફોન કરતો હતો. આ બાબતની જાણ ઓમ પ્રકાશને થતાં તેને ફોન કરીને આશિષકુમારને ઝઘડો કરીને ધમકી આપી હતી અને જેની અદાવત રાખીને આરોપીએ આ સમગ્ર કૃત્ય કરી શહેર પોલીસને દોડતી કરી હતી. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details