અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં આવેલ મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં 1.10 લાખ પ્રક્ષકો બેસી શકે તેટલી કેપેસિટી છે. વિશ્વના બીજા કોઈપણ સ્ટેડિયમમાં આટલી કેપેસિટી નથી. અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ સ્ટેડિયમમાં આવનાર દર્શકો સાથે સંવાદ કરશે, તે પહેલા સાસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઈ ટીવી ભારત પર સ્ટેડિયમની અંદરના દ્રશ્યોનો નજારો માણો.
મોટેરા સ્ટેડિયમમાં શું ચાલી રહી છે તૈયારીઓ, જુઓ સ્ટેડિયમની અંદરના દ્રશ્યો - inside the MOTERA stadium
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં 1.10 લાખ દર્શકોને સંબોધન કરશે. મોટેરા સ્ટેડિયમમાં હાલ જોરશોરથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અને મોટેરા સ્ટેડિયમ ફરતે પોલીસની સુરક્ષા ગોઠવાઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમે નવવધુ જેવો શણગાર સજ્યો છે અને આબેહૂબ સ્ટેડિયમ ગુજરાતની નવી ઓળખ બનશે.
મોટેરા સ્ટેડિયમમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રંગબેરંગી ખુરશીઓ પરથી પ્લાસ્ટિકના કવર કાઢી નાંખવામાં આવ્યા છે. મેદાનની વચ્ચે ગ્રીન પીચ તૈયાર થઈ ગઈ છે. ટ્રમ્પ અને મોદી માટે સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. સ્ટેડિયમની અંદર પ્રવેશવાના દરવાજા તૈયાર થઈ ગયા છે. તેમજ સ્ટેડિયમમાં હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે.
હવે 24 ફેબ્રુઆરીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્ટેડિયમની ફરતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. યુએસ સિક્રેટ એજન્સીએ પણ સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા ચેક કરી છે.