અમદાવાદઃશહેરમાં નવા વર્ષની શરૂઆતથી જ ગુનાખોરીનો આંકડો વધી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં જાહેરમાં હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુર લેકની અંદર એક અજાણ્યો શખ્સ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે, આસપાસના લોકો સિક્યોરિટી ગાર્ડને બચાવવાની જગ્યાએ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારે પોલીસે હત્યારાને શોધવા કામગીરી શરૂ કરી છે. તો ફેબ્રુઆરી મહિનામાં આટલા જ દિવસોમાં અમદાવાદ શહેરમાં ગોમતીપુર, કાલુપુર અને વસ્ત્રાપુરમાં 1-1 થઈને કુલ 3 હત્યા થઈ ચૂકી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી.
આ પણ વાંચોAhmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ
આરોપીએ કર્યો જીવલેણ હુમલોઃ અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં વસ્ત્રાપુર તળાવ આવેલું છે. તેની અંદર જ રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. તળાવની અંદર એડવેન્ચર પાર્કની પાછળ બોટિંગની જૂની ટિકિટ બારી પાસે ખાટલામાં 30 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ લાલાભાઈ સંગાડા સુતા હતા. તે દરમિયાન અચાનક અજાણ્યો શખ્સ આવ્યો ને તેણે તેમની પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.