ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં ઉત્તર અને મધ્ય ગુજરાતની કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા ચરણનું મતદાન યોજાવાનું છે. આ પરિપ્રેક્ષ્યમાં મહિલાઓને 33 ટકાની વાત ( Second Phase Women Candidates ) તપાસીએ. ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં બીજા ચરણમાં મહિલા પ્રતિનિધિત્વની (Women Candidates in Gujarat Elections ) વિગતો આંકડા સાથે જોઇએ. 5 ડીસેમ્બરે યોજાનાર મતદાન દરમિયાન કુલ 42 બેઠક પર કુલ 69 મહિલા ઉમેદવારોનું ભાવિ સીલ થશે.
બીજા ચરણના મતદાનમાં મહિલા ઉમેદવારો, કુલ 69માં કોણે કેટલી ટિકીટ આપી જૂઓ
ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં મહિલાઓનું પ્રતિનિધિત્વ પહેલા ચરણમાં જેમ ઓછું દેખાયું તેમ બીજા ચરણના મતદાનમાં પણ છે. 5 ડીસેમ્બર 2022 બીજા ચરણના મતદાનમાં ( Second Phase Women Candidates ) 14 જિલ્લાની 93 બેઠકો છે. મહિલા ઉમેદવારોની દ્રષ્ટિએ જોઇએ તો 8 ટકા પ્રતિનિધિત્વ છે. (Women Candidates in Gujarat Elections ) સઘન માહિતી સાથેનો આ ખાસ રીપોર્ટ.
બીજા ચરણ માટે બેઠક દીઠ મહિલા ઉમેદવારનું પ્રમાણ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Women Candidates in Gujarat Assembly Elections ) માં રાજ્યમાં પહેલીવાર ત્રણ રાજકીય પક્ષ ( BJP Congress AAP Women Candidates in Gujarat ) તમામ બેઠક માટે ચૂંટણી જંગ લડી રહ્યો છે.ઉપરાંત અન્ય સહિત કુલ 60 પક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. આ ચૂંટણી જંગમાં બેઠકદીઠ મહિલા ઉમેદવારોની સંખ્યા ( Women Contestants Number wise in Assembly Seats ) જોઇએ. કુલ 24 બેઠક એવી છે જ્યાં ફક્ત એક જ મહિલા ઉમેદવાર ચૂંટણી (Women Candidates in Gujarat Elections ) લડી રહી છે. 14 બેઠક એવી છે જ્યાં 2 મહિલા ઉમેદવાર છે. કુલ 2 બેઠક એવી છે જ્યાં 3 મહિલા ઉમેદવાર છે, 5 બેઠક એવી છે જ્યાં 1 મહિલા ઉમેદવાર છે. તો સૌથી વધુ 6 મહિલા ઉમેદવારની સંખ્યા ધરાવતી 1 બેઠક પણ છે. અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પર સૌથી વધુ 6 મહિલા ઉમેદવાર ચૂંટણી ( Second Phase Women Candidates ) મેદાનમાં છે.
બીજા ચરણ માટે પક્ષ દીઠ મહિલા ઉમેદવારનું પ્રમાણ મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વની વાતો થતી રહી છે પણ અમલીકરણ માટે રાજકીય પક્ષો કેવી છૂટછાટો લઇ લે છે તે આ ચૂંટણીના આંકડાઓમાં (Women Candidates in Gujarat Elections ) પણ દેખાય છે. બીજા ચરણના મતદાનમાં જે મહિલા ઉમેદવારો છે તેમાં રાજકીય પક્ષ દીઠ જોઇએ. ભાજપ દ્વારા કુલ 8 મહિલાઓને ટિકીટ અપાઇ છે જે કુલ ઉમેદવારોના 9 ટકા છે. બહુજન સમાજ પાર્ટીએ તેના કુલ ઉમેદવારોના 11 ટકા એટલે કે 5 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. કોંગ્રેસે 9 ટકા એટલે કે 8 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. નવા વિકલ્પ તરીકે આવેલા આમ આદમી પાર્ટીએ 1 ટકા એટલે કે 1 જ મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. બીટીપીમાં કોઇ જ મહિલાને ટિકીટ નથી અપાઇ. સીપીએમે 1 મહિલા ઉમેદવારને, એઆઈએમઆઈએમે 2 મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. જ્યારે અન્ય પક્ષોએ 11 ટકા એટલે કે 23 મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. આ તબક્કામાં જીતના વિશ્વાસ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Women Candidates in Gujarat Assembly Elections ) માં ઝૂકાવનાર મહિલા ઉમેદવારોની ટકાવારી 7 ટકા એટલે કે 21 ની સંખ્યામાં ( Second Phase Women Candidates ) છે.