અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા (First Phase voting for Gujarat Election) માટે ગુરૂવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 63.14 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીના 66.75 મતદાન થયું હતું. આ સાથે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 3.61 ટકા ઓછું મતદાન થયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના દક્ષિણ પ્રદેશોના 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ અંગે ચૂંટણી પંચે (Election Commission of Gujarat) માહિતી આપી હતી.
વર્ષ 2017 કરતા ઓછું મતદાન તો વર્ષ 2017ની ચૂંટણીમાં (Election Commission of Gujarat) પ્રથમ તબક્કામાં સમાન 89 મતવિસ્તારોને (First Phase voting for Gujarat Election) આવરી લેતા મતદાન 66.75 ટકા રહ્યું હતું. પ્રથમ તબક્કાના મતદાન બાદ 788 ઉમેદવારોનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં બંધ થઈ ગયું છે. તો આ વખતે આદિવાસી બહુમતી ધરાવતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ તાપી, આવો જ બીજો જિલ્લો છે. જ્યાં 76.91 ટકા મતદાન થયું હતું. તો નવસારીમાં 71.06 ટકા મતદાન નોંધાયું હતું,
19 જિલ્લામાં થયું મતદાન આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું (Election Commission of Gujarat) હતું કે, બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું હતું. તો અમરેલીમાં 57.59 ટકા મતદાન થયું હતું. 10 જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે અન્ય 6 જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. સુરતમાં 62.27 ટકા અને રાજકોટમાં 60.45 ટકા મતદાન નોંધાયું હતું. ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી 19 જિલ્લાઓમાં મતદાન યોજાયું હતું અને મતદારોને (Voters of Gujarat Elections) પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી. ભારતીની (P Bharti Chief Electoral Officer) કચેરી દ્વારા એક ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.
ભાજપ આ વખતે ડાબેરી મોરચાનો રેકોર્ડની બરાબરી કરશે વર્ષ 2017માં ચૂંટણીના બંને તબક્કા માટે અંતિમ મતદાન 68.41 ટકા રહ્યું હતું. તો હવે 833 ઉમેદવારો સાથે બીજા તબક્કાની ચૂંટણી (Second Phase voting for Gujarat Election) 5 ડિસેમ્બરે (Gujarat Election 2022) યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. વર્ષ 2017ની ચૂંટણીમાં આ 89 બેઠકોમાંથી ભાજપે (BJP) 48, કૉંગ્રેસ 40, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. રાજ્યમાં 27 વર્ષથી શાસન કરનાર ભાજપ ફરી સાતમી ટર્મ માટે સુકાન સંભાળવા માટે પ્રયત્નશીલ છે. જો તે સફળ થશે તો ડાબેરી મોરચાની સરકારના રેકોર્ડની બરોબરી કરશે, જેણે 2011 સુધી સતત સાત ટર્મ માટે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતી હતી.