અમદાવાદઃગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું બીજા ચરણનું મતદાન ( Second Phase Election 2022 ) યોજાવાનું છે. 69 મહિલા ઉમેદવાર (8 ટકા ) અને 764 પુરુષ ઉમેદવાર (92 ટકા )મળીને 788 ઉમેદવારોની ( Second Phase total candidates ) હારજીત મતદારો ( Second Phase Polling ) ઈવીએમમાં સીલ કરી દેશેે. ત્યારે આ મહત્ત્વની પ્રક્રિયા માટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલી બેઠકો પર કેટલા મતદારો દ્વારા મતદાન થશે, બેઠકોની કેટેગરી કઇ કઇ છે, કુલ મતદાન મથક, કુલ રાજકીય પક્ષો કેટલા છે વગેરેની સમગ્રલક્ષી માહિતી ચિત્ર ( Gujarat Election at a glance ) જાણીએ.
કુલ 14 જિલ્લામાં મતદાનગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 14 જિલ્લાઓમાં 93 બેઠક ( Second Phase total Seats ) પર મતદાન (Second Phase Election 2022 ) યોજાશે. આ 14 જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા, વડોદરા ( Second Phase Polling ) જિલ્લાનો સમાવેશ થાય છે.
14 જિલ્લાની બિગ ફાઈટ સીટો 14 જિલ્લાની 93 બેઠકોમાં જે બેઠકો પર ખાસ નજર રહેશે તેવી બિગ ફાઇટ સીટોમાં ( Big fight seats of 14 districts ) ઉત્તર ગુજરાતની બેઠકોમાં ઘાટલોડિયા બેઠકથી ભૂપેન્દ્ર પટેલ ભાજપ, ડો. અમી યાજ્ઞિક ઘાટલોડિયા કોંગ્રેસ, હાર્દિક પટેલ વિરમગામ ભાજપ, મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા બાયડ કોંગ્રેસ, અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા ભાજપ, અમિત શાહ એલિસબ્રિજ ભાજપ, શંકર ચૌધરી થરાદ ભાજપ, જિગ્નેશ મેવાણી વડગામ કોંગ્રેસ, ઋષિકેશ પટેલ વિસનગર ભાજપ, રમણલાલ વોરા ઇડર ભાજપ, તુષાર ચૌધરી ખેડબ્રહ્મા કોંગ્રેસ, ધવલસિંહ ઢાલા બાયડ બેઠક અપક્ષ, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ ભાજપ, બળદેવ ઠાકોર કલોક કોંગ્રેસ, અમિત ચાવડા આંકલાવ કોંગ્રેસ, જયંત પટેલ બોસ્કી ઉમરેઠ એનસીપી (કોંગ્રેસની ગઠબંધન બેઠક) પંકજ દેસાઇ નડિયાદ ભાજપ, અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ ભાજપ, સી કે રાઉલજી ગોધરા ભાજપ, બચુ ખાબડ દેવગઢ બારીયા ભાજપ, કેતન ઇનામદાર સાવલી ભાજપ હારજીત પણ આ મતદાનમાં નક્કી થશે.