અમદાવાદ: સભાને સંબોધિત કરતા પીએમએ કહ્યું કે, "અમે માત્ર ગુજરાતનો પુનઃવિકાસ જ નથી કર્યો પરંતુ તેના ભવિષ્ય વિશે પણ વિચાર્યું છે, અમે આ માટે 'વાઇબ્રન્ટ ગુજરાત'ને મુખ્ય માધ્યમ બનાવ્યું છે. 'વાઇબ્રન્ટ ગુજરાત'ને ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા માટે એક માધ્યમ અને ચેનલ બનાવવામાં આવ્યું હતું. "દુનિયા સાથે આંખ મિલાવીને વાત કરી શકી શકિએ છીએ." "જે લોકો અગાઉ કેન્દ્ર સરકાર ચલાવતા હતા તેઓ ગુજરાતના વિકાસને રાજકારણ સાથે જોડતા હતા. તત્કાલીન કેન્દ્ર સરકારના મંત્રીઓ વાઈબ્રન્ટ ગુજરાતમાં આવવાની ના પાડતા હતા. તેઓ વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા અને રોકવાનો પ્રયત્ન કરતા હતા." વિદેશી રોકાણકારોને ગુજરાતમાં આવતા અટકાવવામાં આવ્યા હતા. આટલી બધી ધમકીઓ છતાં વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવ્યા છે.
વાયબ્રન્ટથી ઘણો ફાયદો થયો : PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, "વાઈબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનો કાર્યક્રમ નથી, પરંતુ તેનાથી પણ વધુ, તે જોડાણનો કાર્યક્રમ છે." આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, "અમે અમારી ઉત્પાદન ક્ષમતાને પહેલા 2 ગણી અને પછી 3 ગણી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે, તકનીકી રુપથી ઉત્પાદન બનાવીશું, જે ભારતને આયાત અવેજીકરણ અને આત્મનિર્ભરતા તરફ દોરી જશે. PM મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટના સફળતાની ફિલ્મ બતાવાઈ છે. બાદમાં કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર મોદી, ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓને માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પેટલે નરેન્દ્ર મોદીને બૂકે અને શાલ આપી સ્વાગત કર્યું હતું. મોદીએ અક્ઝીબિશન નિહાળ્યું હતું. સાયન્સ સિટીમાં કન્વેશન હોલમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા છે. પોલીસની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.