ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સિઝનમાં ભરવા માટેના મરચાં બજારમાં આવ્યા - અમદાવાદમાં સિઝન મરચાં બજારમાં આવ્યા

રોજીંદા જીવનમાં લીલા તેમજ સૂકા મસાલા પાકનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે. સૂકા મસાલા તરીકે મરચાંની પણ રોજિંદા જીવનમાં આગવી જરૂરિયાત છે. ગુજરાતમાં ગોંડલિયું મરચું તેની આગવી છાપ છોડે છે. લાલ તીખાં મરચાંની ખેતી મેનેજમેન્ટ સાથે ખાતર પાણીની યોગ્ય મહેનત પણ માંગે છે. ત્યારે મરચાંની ડ્રિપ ઈરિગેશન સાથે આધુનિક પદ્ધતિના સંશોધિત બિયારણોનો ઉપયોગ કરીને ખેતીમાં સફળ રહ્યા છે. ગોંડલના મરચાં ખૂબ જ વખણાય છે.બજારમાં પણ ગોંડલના મરચાંની વિશેષ માગ રહે છે.

અમદાવાદ

By

Published : Apr 23, 2020, 7:21 PM IST

અમદાવાદ : હાલમાં લોકડાઉન હોવાથી કરીયાણા સ્ટોર્સમાં પણ સીઝનના મરચા હજુ ઉપલબ્ધ નથી. ત્યારે અમદાવાદના અખબાર નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં મરચાના ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા તાજા લાલ મરચા રાજકોટ, ગોંડલ તેમજ આસપાસના ખેડૂતો દ્વારા અહીંયા વેચાણ માટે ઉલબ્ધ કરાય છે. અમદાવાદના ગ્રાહકો દ્વારા સીઝનમાં ભરવા લાયક મરચા અહીંયાથી જ ભરવામાં આવે છે. અહીંયા આવેલા ગ્રાહકો દ્વારા પસંદ કરાયેલા મરચાં તોલાવી અને મશીનો દ્વારા ખાંડી આપવામાં આવે છે. કેટલાક લોકો આખા ને આખા મરચાં ખરીદીને ઘરે લઈ જાય છે. જે મિક્સર અથવા ખાંડણિયામાં જાતે જ ખાંડી અને બાર મહિનાનું મરચું ભરી લેતા હોય છે.

અમદાવાદમાં સિઝનમાં ભરવા માટેના મરચાં બજારમાં આવ્યા

Etv Bharat સાથે વાતચીતમાં અહીંયા ઉપસ્થિત ખેડૂતે જણાવ્યું હતું કે, તેમણે ડ્રિપ ઈરિગેશનથી મરચાંની હાઈબ્રીડ વેરાયટીનું વાવેતર કર્યું છે. 8 મહિનાનો પાક ગણાતા મરચાંનું ડ્રિપ, મલ્ચિંગ સાથે વાવેતર કરવામાં આવે છે. મરચાંના રોપાનું 6 મહિનામાં ઉછેરી 7 મહિનામાં ફેરરોપણી કરવામાં આવે છે.

મરચાંના વાવેતર માટે 40 પડીકીનું ધરુ ઉછેર્યું હતું. 1 વીઘે એનપીકે 25 કિલો, 5 કિલો ઝીંક પ્લસ, અને 15 કિલો પોટાશ વગેરે ખાતરો પાયામાં નાખવામાં આવે છે. 1 વીઘામાં મલ્ચિંગ પાછળ 4 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. મરચાંની ખેતીમાં મહેનત ખૂબ રહે છે. ચોમાસામાં વાયરસ ના આવે તેનું ધ્યાન આપવું પડે. નહીં તો મરચાંનો પાક ખર્ચા કરાવ્યા પછી હાથમાંથી જતો રહે છે. મરચાંના સારા વિકાસ માટે રોપ ચોપ્યા પછી હ્યુમિક એસિડ મૂળના વિકાસ માટે આપવામાં આવે છે. માઈક્રો ન્યુટ્રિયન્ટ 19-19-19 તથા 12-61-0 જેવા પ્રવાહી ખાતરો ડ્રિપમાં આપ્યા છે. ફેર રોપણીના 1 મહિને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે. મરચાંમાં બે મહિને લીલી વીણી ચાલુ થાય છે. આ પાકમાંથી લીલા મરચાંની બે વીણીમાં કુલ 6000 કિલો લીલા મરચાંનું વેચાણ કર્યું છે. 1 કિલો મરચાંના 15 રૂપિયા જેટલો એવરેજ ભાવ ખેડૂતને મળે છે. તે પછી લાલ મરચાં માટે પાકને છોડી દેવામાં આવે છે. મરચાંમાં દર ત્રણ દિવસે ડ્રિપથી 4 કલાક પિયત અપાય છે. આ સિવાય ફંગિસાઈડ અને પેસ્ટિસાઈડનો પણ છંટકાવ કરવો પડે છે.

મરચાના છોડમાં ડ્રિપ મલ્ચિંગના કારણે છોડનો ગ્રોથ પણ સારો મળ્યો છે. મરચાંની ખેતીમાં જેમ જેમ છોડ પર લાલ પરિપક્વ મરચાં તૈયાર થતા જાય તેમ તેમ તેની વીણી કરી લેવામાં આવે છે. તે પછી ખેતરમાં જ તેના પાથરા કરીને 15 દિવસ સુધી સૂર્ય તાપમાં તપાવવામાં આવે છે. મરચાંના પાથરા કર્યા પછી તેને ઉથલાવીને ઉપર નીચે કરવાથી બધા જ મરચાં એક સાથે સુકાઈને તૈયાર થઈ જાય. હાલમાં મરચાંની સ્થિતિ જોતા વીઘે 35 થી 40 મણ જેટલા સુકાં મરચાંનું ઉત્પાદન થવાનો અંદાજ હોય છે.

મરચાંની ખેતીમાં બિયારણ, દવા, ખાતર વગેરેનો ખર્ચ આવે છે. છેલ્લા પાંચ વર્ષના અનુભવે તેમને 1 વીઘામાં 15 થી 17 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. 1 વીઘે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા જેટલી આવક મરચાંના વેચાણથી થઈ શકે છે. તો 1 મણ મરચાંનો બજાર ભાવ 2,500 થી 3 ,000 રૂપિયા આસપાસ રહે છે. ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણ તેમજ યોગ્ય ખાતર બિયારણ ના કારણે મરચાંનો મબલખ પાક થતો છે. તેથી ખેડૂતોને પણ સારા એવા આવકની આશા છે.

ABOUT THE AUTHOR

...view details