અમદાવાદ: ગુરૂવારે વધુ 151 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. જેમાં બહેરામપુરા અને જમાલપુરમાં સૌથી વધુ કેસ છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં ઘાટલોડિયા મીઠાખળી અને નારણપુરામાં પણ કેસ મળ્યા છે.
ઘર ઘર છાપા પહોંચાડતા ફેરિયાઓનું કરાયું સ્ક્રિનિંગ - check health
અમદાવાદમાં વધતા જતા કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ પુરી પાડતા લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ અંતર્ગત છાપા વહેંચતા ફેરિયાઓનું શુક્રવાર વહેલી સવારે 3થી 5ના સમયગાળામાં સ્ક્રિનિંગ કરાયું હતું.
![ઘર ઘર છાપા પહોંચાડતા ફેરિયાઓનું કરાયું સ્ક્રિનિંગ screenings were conducted to check health of newspaper door to door vender](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6918764-336-6918764-1587707369320.jpg)
ઘર ઘર છાપા પહોંચાડતા ફેરિયાઓનું કરાયું સ્ક્રીનિંગ
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે સુપર સ્પ્રેડરનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ગુરૂવાર સવારે ઘરે-ઘરે છાપા વેચતા ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદનાં પાંજરાપોળ અખબાર ડેપો પર કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે 3થી 5ના સમયમાં ચેકીંગ થયું હતું.
પાંજરાપોળ બાદ ઈન્કમ ટેક્સ, પાલડી, સાબરમતી, સહીતના અખબાર ડેપો પર પણ તપાસ થશે. શહેરમાં તમામ છાપા ફેરીયાઓની કોરોના રિપોર્ટ કરવામાં આવશે સવારે 3 વાગ્યાથી આ તપાસ શરૂ થાય છે.