અમદાવાદઃ આગામી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં ( Science Exhibition at Gujarat University )આવશે. આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav of Independence )અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન આ પણ વાંચોઃGujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન
દેશમાં વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર થશે
જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં (Science exhibition in India)વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન75 સ્થાનો( Science is revered everywhere)પર કરવામાં આવનાર છે. આ વિજ્ઞાન પ્રદર્શનની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )પણ છે જેથી અહીં આયોજન કરવામાં આવનાર છે. આ સમગ્ર આયોજન અંગે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના આસિસ્ટનટ પ્રોફેસર ડૉ. ઋષિકેશ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં વિવિધ વિજ્ઞાનનું પ્રદર્શન કરવામાં આવશે. 22 જાન્યુઆરીમાં આ પ્રદર્શનનું લોકાર્પણ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવનાર છે. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે. આ પ્રદર્શનમાં માત્ર ગુજરાત યુનિવર્સિટીના ભવનોના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ પ્રદર્શન જોવા આવી શકશે.
આ પણ વાંચોઃGujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 28મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ