અમદાવાદ : યુવા વૈજ્ઞાનિકોને વિજ્ઞાન અને નવીનતમ શોધો પ્રત્યે પ્રોત્સાહિત કરવાના આશયથી ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી દ્વારા ગુજરાત સાયન્સ સીટી કાર્નિવલ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્નિવલનું ઉદ્ઘાટન ઈસરો અમદાવાદના રિસ્પોન્સ અને રિસર્ચના હેડ ડૉ. પારૂલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ ઉદ્ઘાટન સમારંભમાં ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ ગાંધીનગર ડીન ડૉ. શુભ્રા મુખર્જી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-2020નો શાનદાર પ્રારંભ - ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સીટી
અમદાવાદમાં આવેલ સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલનો પ્રારંભ થયો છે. ભવિષ્યના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના હેતુથી ત્રણ દિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીએ મહાન વૈજ્ઞાનિક દ્વારા 1928માં રજૂ કરાયેલ ડિસ્કવરી ઓફ રમન ઈફેક્ટની યાદમાં ઉજવવામાં આવે છે. નેશનલ સાયન્સ ડે 2020ની થીમ woman in science એટલે કે વિજ્ઞાનમાં મહિલાઓ છે. આ પ્રસંગે 30 વર્ષથી કાર્યાનુભવ ધરાવનાર ડૉ. પારુલ પટેલે જણાવ્યું હતું કે, વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ તેમના પુરુષ સાથીઓ જેટલી જ સક્ષમ છે. મહિલાઓની કાર્યની ગુણવત્તા પુરુષો કરતાં ઘણી વધુ છે. વધુમાં સ્ત્રીઓ સંશોધન કાર્યમાં વધુ કુશળ છે. દુર્ભાગ્ય છે કે, ઘણી મહિલાઓ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં કારકિર્દી બનાવતી નથી.
આ અંગે ડૉ. મુખર્જીએ 97 વર્ષે નોબેલ વિજેતા બનેલા ઝોન be good ifને યાદ કરતા જણાવ્યું કે, સંશોધનમાં કોઈ સીમા નથી હોતી. વિદ્યાર્થી તરીકે તમારે પ્રશ્ન કરવો જોઈએ કેમ? આ સંશોધનમાં ખૂબ જ મહત્વનું છે અને સંશોધનો સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે પણ ઉપયોગી છે. સંશોધનમાં વય મર્યાદા નથી હોતી. આપણી પાસે 97 વર્ષે નોબલ જીતનારનું પણ ઉદાહરણ છે. સાયન્સ લેક્ચર સીરિઝ હેન્ડ ઓફ એક્ટિવિટીઝ, એલીડી પર ટ્રાફિક ફિલ્મોનું સ્ક્રીનિંગ, 3d ફિલ્મ બધા માર્ગદર્શક અને બીજા ઘણા બધા કાર્યક્રમો આ કાર્નિવલમાં સામેલ છે. અંદાજે 25 હજાર જેટલાં મુલાકાતીઓ ત્રણ દિવસીય કાર્નિવલમાં ભાગ લેશે. જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, મુલાકાતીઓ, સાયન્સ કોમર્સ અને સાયન્સમાં રસ ધરાવનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.