ગુજરાત

gujarat

ETV Bharat / state

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષે IIM અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી - IIM

અમદાવાદઃ અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ શુક્રવારના રોજ અમદાવાદ આવ્યા હતા. ત્યારે તેમણે IIM અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તે દરમિયાન અનુસૂચિત જનજાતિ વિભાગના કમિશ્નર જી.રંજીથકુમાર, અનુસૂચિત જનજાતિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇ IIM અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી

By

Published : Aug 2, 2019, 5:29 PM IST

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પધારેલા અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રિય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ ભારતીય પ્રબંધ સંસ્થાન (IIM) અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ IIMનાવિવિધ વિભાગોની મુલાકાત લઇ વાંચન સાથે વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગેની જાણકારી મેળવી હતી. તેમજ વાંચનાલયમાં ઉપલબ્ધ વિવિધ વાંચન સુવિધાઓ અંગેની તેમણે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત IIMના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ, જમવાની સુવિધા શિષ્યવૃત્તિ,ઉપલબ્ધ બેઠકો વગેરેઅંગેની જાણકારી મેળવી હતી.

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇ IIM અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી

IIMમાં કાર્યરત અનુસૂચિત જનજાતિના કર્મચારીઓ -અધિકારીઓ સાથે સંવાદ કરી જરૂરી સહાય - મદદ વિશેની જાણકારી આપી હતી. IIM અમદાવાદના ડાયરેક્ટર એરોલ ડિસોઝાએ તેમની સાથે રહી જરૂરી વિગતો મેળવીને IIMના અધ્યાપકો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઢળતી સાંજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પોતાના શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા હતા. આશ્રમમાં તેમણે ગાંધીજી વિશેની વિગતો મેળવી હતી. આ મુલાકાત વેળાએ અનુસૂચિત જનજાતિ વિભાગના કમિશનર જી.રંજીથકુમાર, અનુસૂચિત જનજાતિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇ IIM અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી

ABOUT THE AUTHOR

...view details