અમદાવાદ: અમદાવાદ અમદાવાદ શહેર દિવસે પોતાનો વિસ્તાર વધી રહ્યો છે. તેવી જ રીતે તેની સફાઈથી લઈને તમામ જવાબદારીઓમાં પણ માણસોની જરૂરિયાત ઊભી થતી હોય છે. એક બાજુ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો ગણવામાં આવે છે. સાથે જ દેશના સૌથી સ્વચ્છ શહેરમાં પણ અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. સ્વચ્છ રાખવા માટે સૌથી મહત્વનો ભાગ ભજવનાર સફાઈ કામદારો જ પોતાના હક માટે અમદાવાદ શહેરના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. પોતાની અલગ-અલગ 14 જેવી માંગણી લઈને આ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું હતું.
જંગી રેલી યોજી આવેદન:કલ્પેશ મકવાણા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં સફાઈ કામદારો થી અલગ અલગ એમટીએસ હોસ્પિટલ સહિતની અનેક માગણીઓ છે.જે આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે. પહેલા પણ આવી માગણીઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે.પરંતુ કોઈ પણ માગણીક સ્વીકારવામાં આવી નથી. જેના લીધે આજે ફરી એકવાર સફાઈ કામદારો દ્વારા જંગી રેલીનું આયોજન કરીને આવેદન આપવામાં આવ્યું છે.
U20માં આવનાર મહેમાનો સામે વિરોધ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપતા જણાવ્યું હતું કે જો અમારી માગણી આગામી 14 દિવસમાં નહીં આવે તો અમદાવાદ શહેરની અંદર આગામી સમયમાં દેશ વિદેશથી U20 આવનાર મહેમાનો સામે કચરો તેમજ મૃત પ્રાણીઓ રસ્તા ઉપર ફેંકીને વિરોધ કરવામાં આવશે. આ પહેલા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ અમારી એક પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નથી માત્ર ને માત્ર સફાઈ કામદારો સાથે અન્યાય જ કરવામાં આવે છે.
શું છે માગ?: કર્મચારીઓની મુખ્ય માગણીની વાત કરવામાં આવે તો આ કર્મચારીઓને સવારના 6:30 થી 11:00 અને બપોરના 3 થી સાંજના 6 એમ બે વખત ફરજનો હાજરી ભરવાની હોય ટ્રાન્સપોર્ટ એલોટ પણ 2 વખત પગારમાં આપવામાં આવે. અમદાવાદ શહેરનો વિસ્તાર મુજબ સફાઈ કામદારોને કાયમી મહેકમમાં જગ્યાઓ નવી ખોલવી કે જેથી હાલમાં પડતર અને નવા વિસ્તારોની બીટો "સી" રજીસ્ટ્રેશન ભરતી કરી સફાઈ કામદારોને મૂકી શહેરની આદર્શ સફાઈ કરાવવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરી કરતા સફાઈ કામદારોને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના વારસદારને નોકરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.