ગુજરાત

gujarat

ETV Bharat / state

Scams in Vastral RTO: અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે સરકારી તિજોરીના રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી 1.83 કરોડની ઉચાપત કરી - વસ્ત્રાલ RTOમાં કૌંભાડ

અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ કલાર્કે(Scams in Vastral RTO) છેલ્લા 4 વર્ષમાં ઓફિસમાં આવતા ચલણના રૂપિયા સરકારી તિજોરી ભરવાના બદલે ઘરે લઈ જઈને 1.83 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે જાણ થતાં ક્લાર્ક સામે રામોલ પોલીસમાં ફરિયાદ(Ahmedabad Ramol Police)નોંધાવવામાં આવી છે.

Scams in Vastral RTO: અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે સરકારી તિજોરીને રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી 1.83 કરોડની ઉચાપત કરી
Scams in Vastral RTO: અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે સરકારી તિજોરીને રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી 1.83 કરોડની ઉચાપત કરી

By

Published : Apr 11, 2022, 8:50 PM IST

અમદાવાદઃ વસ્ત્રાલ RTOના હેડ કલાર્કે છેલ્લા 4 વર્ષમાં ઓફિસમાં (Scams in Vastral RTO)આવતા ચલણના રૂપિયા સરકારી તિજોરીમાં નહીં ભરી ઘરે લઈ જઈને 1.83 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. જે અંગે જાણ થતાં ક્લાર્ક (Ahmedabad Vastral RTO)સામે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2019થી 2022ના સમયગાળા દરમિયાન (RTO Office VASTRAL )ચલણના રૂપિયા 1.83 કરોડ સરકારી તિજોરીમાં ભર્યા ન હતા. આ અંગે તપાસમાં ભાંડો ફૂટતા પૈસા ભરી દેવાની બાંહેધરી આપ્યા બાદ 23 .41 લાખ રૂપિયા ભરી દીધા અને બાકીના રૂપિયા 89 લાખ પરત ન કરતા હેડ કર્લાક એમ.એન.પ્રજાપતિ વિરુધ્ધ એઆરટીઓ કનકસિંહ પરમારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વસ્ત્રાલ RTO

આ પણ વાંચોઃDecrease in staff in RTO office : કચ્છ RTO કચેરી 50 ટકાથી ઓછો સ્ટાફ કાર્યરત કાર્યક્ષમતા પર અસર

RTOમાં કૌભાંડ સામે આવ્યું -જ્યારે 2018થી વસ્ત્રાલ RTOમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રજાપતિનું કામ રજીસ્ટ્રેશન ટેક્ષ, ટ્રાન્સપોર્ટ વાહનોની ટેક્સની રકમ અને સરકારી ફીનું કલેકશન કરવાનું હતું. જમા લીધેલ નાણાં પેટે પાવતીઓ આપી જમા થયેલા નાણાં દરરોજ સાંજે સરકારમાં ચલણથી આ રૂપિયા એસબીઆઇ બેંકમાં જમા કરવાના હોય છે. આ દરમિયાન RTOમાં થતી આવકમાં ઘટાડો થતાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ વસ્ત્રાલ RTOમાં ઇન્સ્પેકશન કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી -આ મામલે પ્રજાપતિએ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે ટુકડે-ટુકડે રૂપિયી 94.14 લાખ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતાં, જયારે બાકીના રૂપિયા 89 લાખ જમા નહીં કરાવી ઉચાપત કરતા તેની સામે રામોલમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃFake RTO documents: સુરતમાં નકલી RTOના ડોક્યુમેટ બનાવી પોલીસ મથક માંથી ગાડી છોડાવી જવાનું કૌભાંડ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details