ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad news: સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર કોમર્શિયલ બેગમાં ભરીને ફેક્ટરીમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું - ફેક્ટરીમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

સ્ટેટ મોનિટરિંગ સેલે સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર કોમર્શિયલ બેગમાં ભરીને ફેક્ટરીમાં વેચવાનું કૌભાંડ ઝડપ્યું છે. અર્બુદા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર 38 માં આવેલ આશ્મી સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની જગ્યામાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતું યુરિયા ખાતર જે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.

scam-of-selling-government-subsidized-urea-fertilizer-in-commercial-bags-to-factory-caught
scam-of-selling-government-subsidized-urea-fertilizer-in-commercial-bags-to-factory-caught

By

Published : May 4, 2023, 10:27 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ખેતીમાં વપરાતું સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર કોમર્શિયલ બેગમાં ભરીને ફેક્ટરીઓમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે નારોલમાં દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતનું સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર કબજે કરી સાત શખ્સોની ધરપકડ કરી છે.

યુરિયા ખાતરની 250 જેટલી બેગ મળી આવી

બાતમીના આધારે કાર્યવાહી: સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અર્બુદા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર 38 માં આવેલ આશ્મી સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની જગ્યામાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતું યુરિયા ખાતર જે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. તે યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે મેળવી કોમર્શિયલ યુરિયાના માર્કા વાળી બેગમાં ભરીને ફેક્ટરીઓમાં વેચીને સરકારની યુરિયા ખાતરમાં અપાતી સબસિડીનો દુરુપયોગ કરે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા.

પોલીસ તપાસ: આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના DYSP કે.ટી કામરીયાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'યુરિયા ખાતર ક્યાંથી આવતું હતું અને ક્યાં મોકલવામાં આવતું હતું તેની તપાસ કરવામાં આવશે. જેટલા પણ લોકો આ સમગ્ર ગુનામાં સામેલ હશે તે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'

સાત શખ્સોની ધરપકડ:પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે નારોલમાં દરોડા પાડતા ત્યાંથી સાત શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં મેનેજર સેંધાભાઈ દેસાઈ, મદદ કરનાર કુલદીપસિંહ ગોહિલ તેમજ ચાર મજૂરો અને એક ટ્રક સાથે ટ્રકનો ડ્રાઇવર મળી આવ્યો હતો. આ મામલે જગ્યામાં વધુ તપાસ કરતા યુરિયા ખાતરની 250 જેટલી બેગ મળી આવી હતી. તેમજ તેમાં 6 લાખ 37 હજારથી વધુની કિંમતનું 11,250 કિલોગ્રામ યુરિયા ખાતર મળી આવ્યું હતું.

આજના મુખ્ય સમાચાર

AHMEDABAD CRIME NEWS : અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, રાજસ્થાનમાં રિલ્સ બનાવનાર યુવકોને વેચતા હતા બાઈક

Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ

ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી:આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રક તેમજ બે મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળીને 26 લાખ 81 હજાર 487 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે નારોલ પોલીસ મથકે જાણવાજોગ એન્ટ્રી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય આરોપી હર્ષ ગોયલ ફરાર હોય તેને પકડવા ટીમો કામે લાગી છે.

રીપોર્ટ આવ્યા વધુ કાર્યવાહી: મળેલી માહિતી અનુસાર કબજે કરવામાં આવેલુ યુરિયા ખાતર સબસીડી વાળું છે કે કેમ તે અંગે પ્રાથમિક રીતે ખાતરી કરતા નીમ કોટેડ જણાઈ આવ્યું છે. સાયન્ટિફિક ખાતરી કરવા માટે યુરિયાના નમુના લઈને એફ.એસ.એલ તેમજ ફર્ટિલાઇઝર ટેસ્ટિંગ લેબોરેટરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details