- નકલી ઘીનું કૌભાંડ શહેરના સાણંદ સર્કલ પાસેના જગદીશ એસ્ટેટમાંથી ઝડપાયુ
- 160 ડબ્બા સાથે 2 આરોપીની ધરપકડ કરી
- લેબલ લગાવીને વેચાણ કરતા હતા. બનાવટી ઘી તેઓ કડીથી લાવતા હતા
અમદાવાદઃ સરખેજ સાણંદ સર્કલ નજીકના જગદીશ એસ્ટેટમાંથી બનાવટી અમૂલ ઘીનું(Fake Ghee Ahmedabad) ગોડાઉન પકડાયું છે. આરોપીઓ અમૂલ ઘીના ડબ્બામાં બનાવટી ઘી(making fake ghee ahmedabad) ભરીને અમૂલ ઘીનું લેબલ લગાવીને વેચાણ કરતા હતા. બનાવટી ઘી તેઓ કડીથી લાવતા હતા અને નકલી અમૂલ ઘી(amul fake ghee) રાજકોટમાં વેચતા હતા. જ્યારે પોલીસે ગોડાઉનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા, ગાડી સહિત રૂ.8.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચાર-પાંચ દિવસથી આ ધંધો કરતા હતા
જ્યારે આરોપીઓ ગોડાઉનમા માલ ભરી પેકિંગ કરતા હતા ત્યારે સ્થળ પરથી પોલીસને 15 કિલોના ઘીના ભરેલા 160 ડબ્બા, અમૂલના પૂઠા, અમૂલના માર્કાવાળા સ્ટીકર, ડબ્બા સીલ કરવાનું મશીન તેમજ એક બોલેરો પીકઅપ વાન મળી આવી હતી. આરોપી દેવ બાલુસિંગ વાઘેલા અને અલ્પેશ દવેરા ચાર પાંચ દિવસથી આ ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.