ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્લ્ડ કેન્સર ડે: HCG હોસ્પિટલ દ્વારા ખરતા વાળ રોકવા માટે સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવાયું

કેન્સર આજે વિશ્વભરમાં સૌથી ભયજનક રોગોમાંનો એક ગણાય છે. કારણ કે, આ રોગ દર્દી પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક એમ ત્રણેય રીતે અસર કરે છે. કેન્સરની સારવાર દરમિયાન દર્દીઓ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે પોતાના વાળ ગુમાવવા એ કીમોથેરાપી દરમિયાનના સૌથી દુઃખદ અનુભવોમાંનો એક હોય છે. જો કે, આ હવે ભૂતકાળની વાત બની જશે. કારણ કે, અમદાવાદના HCG હોસ્પિટલના કેન્સર સેન્ટર દ્વારા સૌ પ્રથમ વખત કુલિંગ પદ્ધતિ પ્રસ્તુત કરવામાં આવી છે. આ એક નવીન ટેકનોલોજી છે જે, કેન્સરના દર્દીઓના વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ થાય છે.

એચસીજી હોસ્પિટલ, અમદાવાદ
વર્લ્ડ કેન્સર ડે: એચસીજી હોસ્પિટલ દ્વારા ખરતા વાળ રોકવા માટે સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવાયું

By

Published : Feb 5, 2020, 12:26 AM IST

અમદાવાદ: કેન્સરના રોગની સારવારમાં કીમોથેરાપી એજન્ટને કારણે દર્દીઓના વાળ ખરતા હોય છે, ત્યારે HCG હોસ્પિટલના કેન્સર સેન્ટર દ્વારા સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓના વાળ ખરતા અટકાવવા માટે કુલિંગ પદ્ધતિ એટલે કે, સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે. આ ક્લિનિકલ રીતે સુરક્ષિત સાબિત થયેલી પદ્ધતિ છે. આ અંગે વધુ જણાવતાં ઓનકોલોજીસ્ટ માનસી શાહે કહ્યું કે, વાળના કોષો સૌથી વધુ ઝડપથી વિઘટન પામતા કોષો છે અને કીમોથેરાપીની દવાઓની આડઅસરને કારણે વાળ ઝડપથી ઉતરે છે. સ્કેલ્પ કુલિંગ ડિવાઇસથી માથાની રક્તવાહિનીઓ સંકોચાય છે, જેનાથી કીમોથેરાપી દરમિયાન અને પછી રક્ષણ મળે છે. જો કે, તે બ્લડ કેન્સર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહેલા દર્દીઓ માટે ઉપયોગી નથી.

વર્લ્ડ કેન્સર ડે: એચસીજી હોસ્પિટલ દ્વારા ખરતા વાળ રોકવા માટે સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ વિકસાવાયું

ABOUT THE AUTHOR

...view details