અમદાવાદઃ શહેરમાં દિવસે દિવસે ફાયરિંગ અને લૂંટની (Incident of firing in Ahmedabad)ઘટના વધી રહી છે. શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના સરદારનગરમાં આવેલી SBI બેન્કના(SBI Bank in Sardarnagar) સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિરૂદ્ધ( Firing in Sardarnagar)ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃBhavnagar Murder Case : કન્ટ્રકશનનું કામ બાધારૂપ બનતા ફાયરિંગ, બે મહિલાઓની હત્યા
સામાન્ય બોલાચાલી બાદ એક રાઉન્ડ ફાયરિંગ -સરદારનગરમાં આવેલ SBI શાખામાં સિક્યુરિટી ગાર્ડને એક મહિલા સાથે ખુરશીમાં બેસવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે આવેશમાં આવીને ફાયરિંગ કર્યું હતું. હાલમાં ઇજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે કયા કારણસર ફાયરિંગ કર્યું તેમજ અન્ય બાબતો મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ ખુલાસા સામે આવી શકે છે.
આ પણ વાંચોઃદૂધસાગર ડેરીની મિટિંગ પહેલા પૂર્વ વાઈસ ચેરમેનના પુત્રએ શા માટે કર્યું ફાયરિંગ?