અમદાવાદમોરબીમાં ઝૂલતો પૂલ (Morbi Bridge Collapse) તૂટવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રવક્તાઓ (Savio Rodrigues BJP Spokesperson) રાજ્ય સરકારનો બચાવ કરવા આગળ આવી ગયા છે. તેવામાં હવે ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના કારણે જ મોરબીનો આ પૂલ તૂટી ગયો છે.
રવિવારે બની દુર્ઘટના રાજ્યમાં રવિવારે રાત્રે મોરબીનો પૂલ (Morbi Bridge Collapse) તૂટી જવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે ઘટનાના દોષીતો અને કારણ અંગે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. તેવામાં ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે (Savio Rodrigues BJP Spokesperson) ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની ઘટના (Morbi Bridge Collapse) ભયાનક છે. તેમાં અનેક ભૂલો છે. જો આપણે જવાબદારી ન લઈએ તો તેનો અર્થ એ થાય છે કે, આપણે આપણા લોકોની કાળજી લેતા જ નથી. એટલે આવા કમનસીબ અકસ્માતનું કારણ ભ્રષ્ટાચારનું મૂળ બની જાય છે.