દ્વારકા/અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત' વિચાર સાર્થક કરતા 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમ અન્વયે દ્વારકા ખાતે પધારેલા પ્રવાસીઓનું-સૌરાષ્ટ્ર તમિલ બધુંઓનું જય દ્વારકાધીશ ના નાદ સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તમિલબંધુંઓ આવતા એક અનોખા નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું હતું.
તમિલીયનો ગરબે ઝુમ્યા: દ્વારકા ખાતે આઠ બસનું આગમન થતાં જ દ્વારકાનું સમગ્ર પ્રાંગણ ઢોલ અને નગારા સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મદુરાઇથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે તમિલીયનો ગરબાના તાલે ઝૂમ્યા હતા. ધારાસભ્ય પબુભા માણેકે 300 જેટલા પ્રવાસીઓ બસમાંથી ઉતરતા જ પુષ્પવર્ષા કરી તેમને આવકાર્યા હતા. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે દાંડિયા તેમજ તાલીઓના તાલે ઝૂમ્યા હતા.
આ પણ વાંચો Ahmedabad crime news: અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઇલ ચોરી કરતી ઝારખંડની ગેંગ પકડાઈ
દર્શન કરી ધન્ય બન્યા: દ્વારકા મંદિર દ્વારા મહેમાનો માટે દર્શન અને આનુસંગિક વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમાનોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાની લાગણી સાથે ગુજરાત સરકાર-દ્વારકાના લોકોનો પણ આભાર માન્યો હતો. તમામ અધિકારીઓ સ્વાગતના સાક્ષી બન્યા. આ પ્રસંગે મહેમાનોને આવકારતા પ્રવાસન વિભાગ નિગમના એચ.એમ જાડેજા, કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની ટીમ ના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, દ્વારકાના મામલતદાર યુવરાજસિંહ વાઢેર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ ઓખા બંદર ના પ્રમુખ મોહનભાઈ બારાઈ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. તમિલ બાંધવોના સ્વાગતના સાક્ષી બન્યા હતા.
આ પણ વાંચો Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા ધરપકડ
વડાપ્રધાનની પ્રેરણાથી:વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનું મિલન ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે વડાપ્રધાનની પ્રેરણાથી ગુજરાત અને તમિલનાડુની સંસ્કૃતિનું આજે સંગમ થયું છે. અને તમિલ બાંધવોને સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને ધર્મને માણવા અને જાણવાની તક પ્રાપ્ત થઈ છે. સૌરાષ્ટ્રીયન તમિલો આનંદોત્સવ માં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ તારીખ 17 એપ્રિલ થી સૌરાષ્ટ્રના સોમનાથ ની ધરતી પરથી શરૂ થયો છે. તારીખ 30 એપ્રિલ સુધી ચાલશે. તમિલ બાંધવો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ને જાણશે અને માણશે, તેવા હેતુથી સૌરાષ્ટ્રિયન તમિલોને પાછા પોતાની ધરતી પર આવીને આનંદની લાગણી નો અનુભવ થયો છે.