ગુજરાત

gujarat

ETV Bharat / state

Saurashtra Tamil Sangamam : સંબંધોને જીવિત કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે મદુરાઈથી પ્રથમ ટ્રેન ઉપડી

સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમને લઈને પ્રથમ ટ્રેન મદુરાઇથી ગુજરાત માટે રવાના થઈ છે. સંગમ કાર્યક્રમમાં 300 લોકોની બેચમાં 10 દિવસની ઈવેન્ટમાં ભાગ લેશે. ત્યારે સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમ લઈને કલાકારો અને ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Saurashtra Tamil Sangamam : સંબંધોને જીવિત કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે મદુરાઈથી પ્રથમ ટ્રેન ઉપડી
Saurashtra Tamil Sangamam : સંબંધોને જીવિત કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે મદુરાઈથી પ્રથમ ટ્રેન ઉપડી

By

Published : Apr 15, 2023, 1:33 PM IST

Updated : Apr 15, 2023, 1:55 PM IST

અમદાવાદ :તમીલ અને ગુજરાત વચ્ચેના પ્રાચીન સંબંધોની ઉજવણી સૌરાષ્ટ્ર તમિલ સંગમ નિમિત્તે 17થી 30 એપ્રિલ દરમિયાન સાંસ્કૃતિક આદાનપ્રદાન સાથે રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્પોર્ટ્સ ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન 19થી 22 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. તેનું આયોજન તમિલનાડુ અને ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનની પહેલ હેઠળ કરવામાં આવશે. આ કાર્યક્રમ દક્ષિણ રાજ્યમાં વસતા સૌરાષ્ટ્ર તમિલ સમુદાયની મોટી હાજરીને કારણે ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના વર્ષો જૂના સંબંધો અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવાનો પુનઃજીવિત કરવાનો પ્રયાસ છે.

શું શું આયોજન કરવામાં આવ્યું છે : રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન હૃષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં કેન્દ્રીય પ્રધાનો, રાજ્યપાલ, મદુરાઈના સંગીતકારો વગેરે ઉપસ્થિત રહેશે. રબારી, ભરવાડ અને આહીર સમાજ દ્વારા આમંત્રિત મહેમાનો માટે સમૂહ મિજબાનીનું આયોજન કરવામાં આવશે. પ્રધાને માહિતી આપી હતી કે, રમતગમત દરમિયાન ટેનીસ, ટેબલ ટેનિસ, કબડ્ડી, સ્વિમિંગ અને વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં ઈન્ડેક્સ સી દ્વારા સોમનાથમાં 60 સ્ટોલ, શિક્ષણ વિભાગ દ્વારા 20 સ્ટોલ અને ખાણી-પીણીના 10 સ્ટોલ ઉભા કરવામાં આવશે.

10 દિવસની ઈવેન્ટ : દ્વારકામાં ઈન્ડેક્સ સી દ્વારા 10, શિક્ષણ વિભાગ દ્વારા 10 સ્ટોલ બનાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ કાર્યક્રમ ટેન્ટ સિટીમાં યોજાશે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના વતનીઓ અને તમિલો સિવાયના સૌરાષ્ટ્રના વતનીઓ 7:30ના રેશિયોમાં 300 લોકોની બેચમાં 10 દિવસની ઈવેન્ટમાં ભાગ લેશે. આમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, વણકર અને શિક્ષકોનો સમાવેશ કરવામાં આવશે. પરપ્રાંતીયોની અવરજવર માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. જેમાં પ્રથમ ટ્રેન મદુરાઈથી ગુજરાત માટે રવાના થઈ છે.

આ પણ વાંચો :Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે ઉપડશે ખાસ ટ્રેનો, શું છે ઐતિહાસિક મહત્ત્વ જાણો

પ્રથમ ટ્રેન રવાના : રેલવે મંત્રાલય અનુસાર એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ હેઠળ વિશેષ ટ્રેન આજે તામિલનાડુના મદુરાઈથી ગુજરાતના વેરાવળ સુધીના પ્રવાસ શરૂ કર્યો છે. જેમાં મદુરાઈથી 158 પ્રતિનિધિઓ અને 84 અને 46 પ્રતિનિધિઓ ત્રિચી અને ચેન્નાઈ એગમોરથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે જોડાયા હતા. આ ઉપરાંત સંગમની 1લી બેચ ચેન્નાઈ આવી પહોંચી હતી. તમિલનાડુના માનનીય રાજ્યપાલ આર.એન. રવિજી, કે.અન્નામલાઈ દ્વારા જી એ બેચનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમને સૌરાષ્ટ્રની સલામત અને સુખી યાત્રાની શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો :Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઇ મોટી જાહેરાત, પીએમ મોદીની સોમનાથ મુલાકાત રદ

ખાસ વ્યવસ્થા : ખાસ આમંત્રિતો, રાજકીય, સામાજિક આગેવાનો, કલાકારો અને ખેલૈયાઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવશે. મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, એજ્યુકેટ એક્સ્પો, ગીર જંગલ સફારી, મ્યુઝિયમ, કચ્છી લોકવાદ્યો સાથે ડિનર, બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા મોલ, જંગલ સફારી, બોટનિકલ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, નર્મદા આરતી, ન્યુટ્રીશન પાર્કની મુલાકાત અને સિતાર, જલતરંગ, સંતૂર વગેરે સંગીતના સાધનો સાથે ડિનરનું આયોજન કરવામાં આવશે.

Last Updated : Apr 15, 2023, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details