અમદાવાદશહેરમાં ચેઈન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ (Mobile Snatching in Ahmedabad) કરવું આરોપીઓ માટે હવે ચણા ખાવાનો ખેલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ પણ આવા આરોપીઓને સીધા કરવામાં પાછળ નથી. હાલમાં જ સરખેજ પોલીસે (Sarkhej Police Station) આવા આરોપીઓને ઝડપી પાડી તેમને પાઠ ભણાવ્યો હતો.
સરખેજ પોલીસે કર્યો પર્દાફાશ સરખેજ પોલીસે (Sarkhej Police Station) રસ્તે ચાલીને જતા માણસોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનારા 2 આરોપીની ધરપકડ (Sarkhej Police Station arrested Mobile Snatcher) કરી હતી. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 14 મોબાઈલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન કબજે કર્યું હતું. સાથે જ મોબાઈલના માલિકોને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે 14 મોબાઈલ કબજે કર્યા સરખેજ પોલીસે (Sarkhej Police Station) આ મામલે મશકુર ઉર્ફે શાહરૂખ ડેલિગરા અને મોહમ્મદ સોયબ શેખ નામના 2 શખ્સોની ધરપકડ (Sarkhej Police Station arrested Mobile Snatcher) કરી છે. બંને આરોપીઓ ફતેવાડીના રહેવાસી છે. પોલીસે આરોપીને મોબાઈલ સ્નેચિંગના (Mobile Snatching in Ahmedabad) ગુનામાં ઝડપી તેમની પાસેથી રૂપિયા 98,000 રૂપિયાની કિંમતના 14 મોબાઈલ કબજે કર્યા છે.
2 પોલીસ સ્ટેશનના ગુનાના ભેદ ઉકેલાયા સાથે જ મોબાઈલ સ્નેચિંગના (Mobile Snatcher in Ahmedabad) ગુનામાં ઉપયોગમાં લેવાતું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આનંદનગર અને સરખેજ પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સાથે જ અન્ય ચોરી ક્યાં કરી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.