ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટી-2ને મળ્યો એક એક્સપાન્ડેડ ડિપાર્ચર ઈમિગ્રેશન એરિયા - ટર્મિનલ ટી 2

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પેસેન્જર્સ ફેસેલિટીને વધારવા માટે ઈમિગ્રેશન એરિયાનું એક્સપાન્શન કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર

એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટી-2ને મળ્યો એક એક્સપાન્ડેડ ડિપાર્ચર ઈમિગ્રેશન એરિયા
એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટી-2ને મળ્યો એક એક્સપાન્ડેડ ડિપાર્ચર ઈમિગ્રેશન એરિયા

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 6:11 PM IST

અમદાવાદઃ આજથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટી-2ના એક્સપાન્ડેડ ડિપાર્ચર ઈમિગ્રેશન એરિયાને દરેક પ્રવાસી માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. આ નિર્ણયને લીધે પીક અવર્સમાં પેસેન્જર્સની સંખ્યામાં વૃદ્ધિ થશે. તેમજ ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સને એરપોર્ટ ઈમિગ્રેશમાં સરળતા રહેશે. વર્તમાનમાં અમદાવાદનું ઈન્ટરનેશનલ ટર્મિનલ 17 એરલાઈન્સની ભાગીદારીથી વિશ્વભરના 14 દેશોમાં રોજના 2500થી વધુ પ્રવાસીઓને સેવા પૂરી પાડે છે.

સિટિંગ કેપેસિટી વધારાઈઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ વિસ્તરણ કરીને પેસેન્જર્સને બહેતર અને સુગમ અનુભવ પૂરો પાડવા માંગે છે. આ ઉપરાંત બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે પણ ઈન્ટરનેશનલ પેસેન્જર્સને યોગ્ય સુવિધા પૂરી પાડે છે. ટર્મિનલ 2 પર ડિપાર્ચર ઈમિગ્રેશનના સમયમાં ઘટાડો કરવા અને ઈમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 પર પેસેન્જર્સની સિટિંગ કેપેસિટી વધારવામાં આવી છે અને સેન્ટ્રલ ફેસિલિટી સાથે નવા એન્ટ્રેન્સ હોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ ફેસેલિટીઝને પરિણામે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં થતો સમયનો વેડફાટ અટકશે. ઈમિગ્રેશન પ્રોસેસ સમયે પેસેન્જર્સને પડતી હાલાકીમાં ઘટાડો થશે. યોગ્ય સિટિંગ સ્પેસ મળી રહેતા પેસેન્જર્સને લાગતા ફિઝિકલ અને મેન્ટલી સ્ટ્રેસમાં ઘટાડો થશે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ કટિબદ્ધઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના બ્યૂટિફિકેશન તેમજ કલ્ચરલ હાઈલાઈટ્સ દ્વારા ટર્મિનલ વર્લ્ડકલાસ ટ્રાવેલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. જેના પરિણામે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા પેસેન્જર્સને એરપોર્ટ પર આહલાદક અનુભવ થશે. ટર્મિનલ 2 ઈન્ટરનેશનલ પેસેન્જર્સની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દરેક પ્રવાસને સંતોષપૂર્ણ બનાવવા માટે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ કટિબદ્ધ છે.

  1. Ahmedabad Crime News: અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું, બ્રાઝિલિયનના એક નાગરિકની ધરપકડ
  2. DRI એ અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપી, એરપોર્ટ સ્ટાફ સહિત 3ની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details