અમદાવાદ: એરપોર્ટ પર ગુજરાતની કળા, સંસ્કૃતિ (Cultural heritage Of India) અને સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી આબેહૂબ કૃતિઓ મૂકવામાં આવી છે. ચોમેર રંગબેરંગી રોશની સાથે ગ્રીનરીથી સુશોભિત એરપોર્ટની ઝાંખીને કેમેરામાં કેદ કરવા લોકો સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા છે.
ગુજરાતની હવેલીઓ અને મસ્જિદોમાં ઐતિહાસીક ડિઝાઇનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
સરદાર પટેલઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport India) પર (Sardar Patel International Airport) હેરીટેજ સીટી અમદાવાદ સહિત ગરવી ગુજરાતને આગવી ઓળખ અપાવતી કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવ્યુ છે. આપણી ઐતિહાસિક સભ્યતાની ઝલક દર્શાવતા આર્ટ ક્વોટ્સ અને આર્ટ કલ્ચર જાણે સોનામાં સુગંધ ભેળવે છે. એરપોર્ટના ટર્મીનલ-1 પર ઉતરતા જ વૈષ્ણવ દ્વારપાળો પર્ટકોનું ઉષ્માભર્યુ સ્વાગત કરે છે. આ સાથે ટર્મીનલ-2 પર લાકડામાં કંડારવામાં આવેલી ઉત્તમ કોતરણી મહેમાનોને આવકારે છે. 18મી અને 19મી સદી દરમિયાન ગુજરાતની હવેલીઓ અને મસ્જિદોમાં કરાયેલી ઐતિહાસીક ડિઝાઇનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન નિરૂપિત કરવામાં આવ્યું છે. આ તમામ ડેકોરેશન સાથેની પ્રવાસીઓ યાદોમાં રાખતી સેલ્ફી લઈ શકે તેવી ગોઠવણી પણ કરવામાં આવી છે.
એરપોર્ટની દિવાલો પર રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારની વાર્તાઓનું વર્ણન
એક તરફ પ્રાચીન કળા વારસાનું પ્રદર્શન અને બીજી તરફ અર્વાચીન ડિજિટલ સ્ક્રીનના શેડ્સ મુસાફરોને જાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જીવંત સાક્ષી બનાવે છે. એરપોર્ટની દિવાલો પર રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારની વાર્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાથવણાટ કરેલા કચ્છના તોરણ, બળદ-ઉંટના કાઠીના કપડાં, શિંગડાની સજાવટ વગેરે ખૂબ જ અત્યાધુનિક બનાવી છે.
શીર્ષક અંતર્ગત પતંગ મહોત્સવ 2022ને આવકારતું ફેબ્રિક કાઈટ ઈન્સ્ટોલેશન કરાયું