1991માં જામજોધપુર તોફાનોને લઈને અમૃતલાલ વૈષ્ણાની સિવાસ કરવામાં આવેલી FIRને રદ કરવા માટે હાઈકોર્ટમાં સંજીવ ભટ્ટ તરફે રિટ કરવામાં આવી હતી. જોકે આ કેસ ઓફ-બોર્ડ થઈ જતાં તેની સુનાવણી થઈ ન હતી. શુક્રવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં હવે આગળ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
જામજોધપુર FIR રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા - જામજોધપુર કેસ
અમદાવાદ: વર્ષ 1991માં જામજોધપુરમાં થયેલા રમખાણો મુદ્દે દાખલ થયેલી કેટલીક ખાનગી ફરિયાદ કરવા મુદ્દે હાઈકોર્ટમાં દાખલ થયેલી રિટ પર અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વર્ષ 1996માં અરજદારે ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી.
જામજોધપુર FIR
ઉલ્લેખનીય છે કે, જામજોધપુરમાં થયેલા તોફાનો બાદ સંજીવ ભટ્ટ પર કસ્ટોડિયલ ડેથ કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે જામજોધપુરની સ્થાનિક કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા સામે અરજદાર ભટ્ટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.