ગુજરાત

gujarat

ETV Bharat / state

સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કરશે સંબોધન - અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થી સંબોધન

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ 25 ડિસેમ્બરને સાંજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે સંબોધન કરી ચુક્યા છે.

Sweta Bhatt
Sweta bhatt

By

Published : Dec 25, 2020, 1:30 PM IST

  • ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ એએમયુના વિદ્યાર્થીઓનુ કરશે સંબોધન
  • શ્વેતા ભટ્ટ વિદ્યાર્થીઓને વર્ચ્યુલ સંબોધન કરશે
  • વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે હું સંબોધન કરુઃ શ્વેતા ભટ્ટ


    અમદાવાદઃ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ શુક્રવારે યુનિવર્સિટીના શતાબ્દી ઉજવણી પ્રસંગે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(એએમયુ)ના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ સંબોધન કરશે. એએમયુએ 100 વર્ષ પૂરા કર્યા છે અને ત્યાંના વિદ્યાર્થી સમુદાય ઇચ્છે છે કે શ્વેતા ભટ્ટ તેમને પ્રસંગે સંબોધન કરે. તેથી આજે સાંજે 6 વાગ્યે એએમયુના વિદ્યાર્થીઓને શ્વેતા ભટ્ટ સંબોધન કરશે.

    હું શું સંબોધન કરીશ તે નક્કી કરવાનું બાકીઃ શ્વેતા ભટ્ટ

    સંબોધનના વિષય પર શ્વેતા ભટ્ટે ETV Bharatના સંવાદદાતા પાર્થ શાહ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, મારે હજુ સુધી તે નક્કી કરવાનું બાકી છે કે હું વિદ્યાર્થીઓ, યુવાનો, શક્તિ અને એએમયુના 100 વર્ષ અંગે શું સંબોધન કરીશ. પરંતુ 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેને લઈ હું વિદ્યાર્થીઓને સંબોધન કરીશ. વિદ્યાર્થીઓને હું મોટિવેશન આપવાની છું, સારી યુનિવર્સિટીને સરખી વિચારવાની પદ્ધતિ શીખવાડવામાં આવે છે. ત્યાંથી મોટા લીડર લોકો બહાર આવ્યા છે. ત્યાંથી નીકળેલા તમામ લોકોને જીવનની દરેક સમજ છે. કહેવાય છે અલીગઢ યુનિવર્સિટીમાં દરેક ભાષાના માણસ જોડાયેલા છે. મારો અને સંજીવનો યુનિવર્સિટી સાથે ખુબજ લગાવ રહેલો છે. તે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ મારી દરેક પળે અને દરેક સમયે મારી સાથે ઉભા રહેલા છે. જેનાથી મને ખુબજ લગાવ રહેલો છે. હાલ મને પણ કઈ ખબર નથી કે હું ક્યાં મુદ્દા પર સંબોધન કરીશ.પરંતુ વિદ્યાર્થીઓને મોટિવેશન મુખ્ય મુદ્દો રહેશે બાકી વિદ્યાર્થીઓ જે સવાલ પૂછે એનો જવાબ આપીશ. હાલ ચાલી રહેલા થોડા મુદ્દો પર પણ વાત કરીશ.

શ્વેતા ભટ્ટ 2012માં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા હતા

અત્રે 2012માં શ્વેતાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદના મણિનગર મત વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ તત્કાલીન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી નોંધાવી હતી. જો કે મણીનગરમાંથી નરેન્દ્ર મોદી ભારે બહુમતી સાથે ચૂંટણી જીત્યા હતા.

ABOUT THE AUTHOR

...view details