ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Riots: 2002 રમખાણોમાં ગુજરાતની બદનામીનો કેસ, સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી ઉપર 31 ઓગસ્ટે સુનાવણી - 2002 Gujarat Riots

2002 રમખાણોમાં ગુજરાતની બદનામીનો કેસમાં આરોપી સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ માટે સેશન કોર્ટમાં અરજી દાખલ કરી છે. સંજીવ ભટ્ટના વકીલે કહ્યું કે આ કેસમાં પોલીસ FIR ના નોંધી શકે, કોર્ટ જ કાર્યવાહી કરી શકે. આ સમગ્ર મામલે હવે વધુ સુનવણી 31 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 19, 2023, 7:25 PM IST

સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી ઉપર 31 ઓગસ્ટે સુનાવણી

અમદાવાદઃગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SIT દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર સુનવણી ચાલી રહી છે.

સંજીવ ભટ્ટના વકીલ એડવોકેટ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે,

CRPCની કલમ 195 મુદ્દે સરકારે કહ્યું હતું કે કેસને લગતા ડોક્યુમેન્ટ્સ રાજ્ય બહાર બન્યા છે. FIR પોલીસે નોંધી છે. જ્યારે સંજીવ ભટ્ટના વકીલનું કહેવું છે કે આ કેસમાં કલમ CRPCની કલમ 195 અંતર્ગત કોર્ટ સંજ્ઞાન ના લે ત્યાં સુધી કાર્યવાહી થઈ શકે નહીં.

સરકાર દ્વારા જામીનનો વિરોધ: સંજીવ ભટ્ટના વકીલ દ્વારા કેસમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી. અગાઉની સુના વણીમાં કોર્ટમાં સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી પર અને 207 નિયમ અંતર્ગત મંગાયેલ કાગળોને લઈને સરકારે જવાબ ફાઈલ કર્યો હતો. જેમાં સરકારે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો હતો.

આર.બી. શ્રીકુમારના જામીન મંજૂર: ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટ 20 જુલાઈએ તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી ફગાવી ચુકી છે. જોકે આ આર.બી.શ્રી. કુમારને ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેમજ સુપ્રીમ કોર્ટે પણ તિસ્તા શીતલવાડના જામીન મંજૂર કરેલા છે. હવે કોર્ટમાં આ મુદ્દે 31 ઓગસ્ટે વધુ સુનવણી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ DGP આર.બી.શ્રીકુમારને હાઇકોર્ટ આ કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે. જ્યારે તિસ્તાની ગુજરાત હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન પેન્ડિંગ છે.

  1. Gujarat Riots 2002: ગુજરાત હાઈકોર્ટે પૂર્વ DGP આર.બી. શ્રીકુમારના જામીન મંજૂર કર્યા
  2. 2002 Gujarat Riots: ગુજરાત હાઇકોર્ટે તિસ્તા સેતલવાડની ફરિયાદ રદ્દ કરવાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details