અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ધારાસભ્યોમાં અને નેતાઓ ફફડાટ જોવા મળ્યો છે.કેમ કે, આ વાઇરસ સંક્રમણમાં આવવાથી ફેલાતો હોવાનો કારણે ઈમરાન ખેડાવાલા સાથે મળેલા તમામ લોકોને આ વાઇરસનો ખતરો વધી જાય છે.
MLA ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા ગ્યાસુદ્દીન શેખ પણ કોરોનાની ઝપેટમાં - Gyasuddin Sheikh
ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. ગ્યાસુદ્દીન શેખની પત્ની અને કામવાળીને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે ગ્યાસુદ્દીન શેખ અને તેમની પત્ની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે આ સહિત જમાલપુર સ્થિત દેવડીવાળા ફલેટને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. તેમજ ફ્લેટમાંથી 30 લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ડ્રાઈવર તથા ભત્રીજાને હોમ કોરોન્ટાઈન થવા સૂચના આપી દેવામાં આવી છે.
ઈમરાન ખેડાવાલાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ તથા રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. જો કે, આજે ઈમરાન ખેડાવાલાએ જ્યારે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી ત્યારે તેમણે મોઢા પર માસ્ક પણ લગાવેલુ નહોતુ, તેમના મોઢા પર નહીં પણ ગળામાં લટકાવેલુ જોવા મળે છે, ત્યારે હવે રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તથા ગૃહપ્રધાન સાથે થયેલી આ મુલાકાત બાદ ચિંતામાં સ્વાભાવિક પણે વધારો થઈ શકે છે.